1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાવાયરસને લઈને ભારતની તૈયારી, 1.6 અબજ ડોઝની ખરીદી સાથે ભારત વેક્સિન ખરીદવામાં ટોપ પર
કોરોનાવાયરસને લઈને ભારતની તૈયારી, 1.6 અબજ ડોઝની ખરીદી સાથે ભારત વેક્સિન ખરીદવામાં ટોપ પર

કોરોનાવાયરસને લઈને ભારતની તૈયારી, 1.6 અબજ ડોઝની ખરીદી સાથે ભારત વેક્સિન ખરીદવામાં ટોપ પર

0
Social Share

અમદાવાદ:  કોરોનાવાયરસને લઈને છેલ્લા કેટલાક દિવસોથી રાહતના સમાચાર આવી રહ્યા છે. અમેરિકાની પીફાઈઝર કંપનીની વેક્સિનને તાત્કાલીક ઉપયોગ કરવા માટે કેટલાક દેશોએ મંજૂરી આપી દીધી છે તો કેટલાક દેશોમાં કોરોનાવાયરસના કેસ પહેલા જેટલા નોંધવામાં આવતા નથી.

કોરોનાવાયરસની વેક્સિનને લઈને બે તમામ દેશો તૈયારી બતાવી રહ્યા છે ત્યારે ભારત પણ આ યાદીમાં પાછળ નથી પણ મોખરે છે. ભારતે પોતાના દેશવાસીઓને કોરોનાવાયરસથી સંક્રમિત થતા બચાવવા માટે 1.6 બિલિયન ડોઝની આગોતરી ખરીદી કરી છે જે ભારતના લગભગ 59 ટકા લોકો આવરી શકશે.

અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીની એક સ્ટડીના આધારે જાણવા મળ્યું કે અમીર દેશો અને વિકાસશીલ દેશોની વેક્સિન ખરીદીમાં એક મોટું અંતર જોવા મળ્યું છે. વધુ આવકવાળા દેશોએ પોતાની સમગ્ર વસતીને અનેકવાર આવરી લેવા માટે પોતાની વસતી કરતાં ઘણા વધારે ડોઝ ખરીદી લીધા છે. મધ્યમ અને નિમ્ન-મધ્યમ આવકવાળા દેશો અત્યારે તમામને રસી લગાવવાની સ્થિતિમાં નથી.

સ્ટડીના રિપોર્ટ પ્રમાણે જાણી શકાય છે કે એકવાર કોવિડ માટે રસી જ્યારે બજારમાં આવશે તો મોટાભાગના ઉચ્ચ આવકવાળા દેશો જ તેને ખરીદી લેશે. નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશો માટે એ વેક્સિન પૂરતી નહીં હોય. ડોઝના સંદર્ભમાં જોવામાં આવે તો ભારત 1.6 અબજ ડોઝસાથે યાદીમાં સૌથી ઉપર છે. તેના પછી યુરોપીયન સંઘ છે જેમાં 6 અલગ-અલગ ફર્મ્સ પાસેથી અત્યાર સુધીમાં 1.36 બિલિયન ડોઝ લીધા છે.

અમેરિકા છે જેણે કુલ 1.1 બિલિયન ડોઝ ખરીદ્યા છે, તેના પછી કોવેક્સ-વેક્સિન ગઠબંધન-અને પછી કેનેડા તેમજ યુકે છે, પરંતુ જો જનસંખ્યાને ધ્યાનમાં રાખીને જોઈએ તો કેનેડા જેવા દેશોએ પોતાની જનસંખ્યા કરતાં પાંચ ગણું વધુ રસીકરણકરવ માટે પૂરતા પ્રમાણમાં વેક્સિન ખરીદી છે. અભ્યાસથી ખ્યાલ આવે છે કે કેનેડાએ પોતાની વસતીના પ્રમાણમાં 601 ટકા, અમેરિકાએ 443 ટકા, યુકે 418 ટકા, ઓસ્ટ્રેલિયા 266 ટકા અને યુરોપીયન સંઘે 244 ટકાને કવર કરવા માટે પૂરતા પ્રમાણમાં રસી ખરીદી લીધી છે.

હાલમાં જ ભારત સરકારની તરફથી એમ પણ કહેવામાં આવ્યું હતું કે દેશમાં તમામ લોકોને વેક્સિન નહીં આપવામાં આવશે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે સરકારે સમગ્ર દેશમાં રસીકરણ વિશે ક્યારેય કહ્યું નહોતું. સરકારનો પ્રયાસ છે કે વેક્સિનના સહયોગથી સંક્રમણ દરને અટકાવવામાં આવે.

આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે સરકારની તરફથી આ વાતની યાદી તૈયાર કરવામાં આવી રહી છે કે સૌપ્રથમ રસી કોને આપવામાં આવશે. પ્રાથમિકતા યાદીમાં લગભગ 1 કરોડ આરોગ્ય કર્મીઓને સૌથી ઉપર રાખવામાં આવ્યા છે. જેના પછી પોલીસ અને સશસ્ત્ર દળોનાં જવાનો, 50 વર્ષથી વધુ વયના લોકોને રાખવામાં આવ્યા છે.

વિકાસશીલ દેશોમાં, ભારત પોતાની જનસંખ્યાને માત્ર 59 ટકા, મેક્સિકો 84 ટકા, બ્રાઝિલ 46 ટકા અને કઝાકિસ્તાન 15 ટકા જનસંખ્યાને સામેલ કરી શકશે. ફિલિપાઈન્સ પોતાની વસતીના માત્ર 1 ટકા માટે પૂરતા પ્રમાણમં રસી સાથે આ યાદીમાં સૌથી નીચે છે.

_Vinayak

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code