1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતભરમાં તાપમાનનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં યલો એલર્ટ
ગુજરાતભરમાં તાપમાનનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં યલો એલર્ટ

ગુજરાતભરમાં તાપમાનનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં યલો એલર્ટ

0
Social Share

અમદાવાદ, 27 એપ્રિલ 2026: Temperatures continue to soar across Gujarat  ગુજરાતભરમાં કાળઝાળ ગરમીને કારણે જનજીવનને અસર પહોંચી છે. જોકે ગઈકાલ કરતા આજે ગરમીમાં આંશિક ઘટાડો થયો હતો.પણ લોકો તો ગઈકાલ જેટલી જ ગરમી હોવાનું કહેતા હતા. રાજ્યના હવામાન વિભાગે અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જારી કર્યું છે. આજે અમદાવાદમાં તાપમાનનો પારો 43 ડિગ્રી વટાવીને 44 ડિગ્રી નજીક પહોંચી ગયો હતો. પણ ગરમ પવન ફુંકાવવાને લીધે લોકોએ અસહ્ય ગરમીનો અનુભવ કર્યો હતો.

ગુજરાત પર સૂર્ય નારાયણ કોપાયમાન થયા હોય તેમ અંગ દઝાડતી અને અસહ્ય ગરમી પડી રહી છે. ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના દિવસે રાજ્યમાં સિઝનનું સૌથી ઊંચુ તાપમાન નોંધાયું હતુ. પહેલીવાર ગરમીનો પારો 44°C ને વટાવી ગયો હતો, જેમાં કંડલા એરપોર્ટનું સૌથી વધુ 45.2°C નોંધાયું હતુ, જ્યારે અમદાવાદ 44.8°C સાથે બીજા નંબર પર રહ્યું હતુ. કાળઝાળ ગરમીની અસર મતદાન પર પણ જોવા હતી. હાલ પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફથી આવતા ગરમ પવનોએ ગુજરાતને રીતસરનું હોટસ્પોટ બનાવી દીધું છે.

રાજ્યમાં કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અનેક લોકોની તબિયત લૂ લાગવાના કારણે બગડી હોવાનું સામે આવ્યું રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ આગામી 3 દિવસ સુધી હીટવેવની ચેતવણી આપી છે. જોકે, રાહતના સમાચાર એ છે કે 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે

જાણીતા હવામાનકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ રાજ્યમાં ગરમીનું આક્રમણ હજુ પણ યથાવત રહેશે. 29 એપ્રિલ બાદ ગરમીમાં ઘટાડાની શક્યતા છે. ત્યાં સુધી મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 થી 44 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 42 થી 43 ડિગ્રી રહેવાની શક્યતા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code