Homeગુજરાતીગુજરાતઅમદાવાદના કલગી ક્રોસ રોડ પર મોડી રાતે બેફામ ગતિએ કારે ઈકોકારને મારી...

અમદાવાદના કલગી ક્રોસ રોડ પર મોડી રાતે બેફામ ગતિએ કારે ઈકોકારને મારી ટક્કર

અમદાવાદ, 27 એપ્રિલ 2026: A speeding car hit an eco-car  શહેરના કલગી ચાર રસ્તા પાસે ગઈ મોડી રાત્રે પૂરપાટ ઝડપે કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઈકાકારને ટક્કર મારતા ઈકાકાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઈકોમાં સવાર એક મહિલા અને પુરુષને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

શહેરના કલગી ચાર રસ્તા નજીક ગઈ મોડી રાત્રે એક કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી ત્યારે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કારે ઈકોકારને જોરદાર ટક્કર મારી હતી. આથી ઈકો ફંગોળાઈને પલટી મારી ગઈ હતી. ઈકોમાં સવાર મુસાફરો લોહીલુહાણ હાલતમાં અંદર ફસાયા હતા. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

સ્થાનિક લોકોના કહેવા મુજબ પૂરપાટ ઝડપે આવેલી કારમાં  ચાર નવયુવાનો સવાર હતા અને તેઓ નશાની હાલતમાં હોય એવું લાગતું હતું.  કારમાં સવાર નબીરાઓ સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અકસ્માત સર્જાયા બાદ યુવકોએ ત્યાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદના માર્ગો પર સતત વધી રહેલા નશાખોર નબીરાઓના આતંકને ડામવા માટે પોલીસ કડકમાં કડક પગલાં લે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. પોલીસે હાલમાં ફરાર યુવકોની શોધખોળ અને અકસ્માત અંગેનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

સંબંધિત લેખો

Most Popular