HomeAgency Newsભયનો સમય વીતી ગયો, હવે પરિવર્તનનો સમયઃ પીએમ મોદીએ બંગાળીઓને લખ્યો પત્ર

ભયનો સમય વીતી ગયો, હવે પરિવર્તનનો સમયઃ પીએમ મોદીએ બંગાળીઓને લખ્યો પત્ર

કોલકાતા, 27 એપ્રિલ, 2027 –  ભયનો સમય વીતી ગયો, હવે પરિવર્તનનો સમય, એવા સબળ સૂત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના નાગરિકોના નામે એક પત્ર લખ્યો છે. વાસ્તવમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે પ્રચારનો છેલ્લો દિવસ છે.

આ ચૂંટણીમાં ભાજપે પોતાની પૂરી શક્તિ લગાવી દીધી છે. પીએમ મોદી સહિતના તમામ મોટા નેતાઓએ બંગાળમાં જોરશોરથી ચૂંટણી રેલીઓ કરી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળની જનતાના નામે એક પત્ર પણ લખ્યો છે. આ પત્રમાં પીએમએ કહ્યું કે, પશ્ચિમ બંગાળના સમગ્ર ચૂંટણી અભિયાન દરમિયાન મને મારા પરિવારજનોનો જે અપાર સ્નેહ અને આશીર્વાદ મળ્યા છે, તેણે મને એક નવી ઊર્જાથી ભરી દીધો છે. અહીંની યુવાશક્તિ હોય કે નારીશક્તિ, આપણા ખેડૂત ભાઈ-બહેનો હોય, શ્રમિકો હોય કે પછી વેપારીઓ, દરેક ‘વિકસિત બંગાળ’ માટે સંકલ્પબદ્ધ છે.

PM Modi writes letter to Bengalis
PM Modi writes letter to Bengalis
PM Modi writes letter to Bengalis
PM Modi writes letter to Bengalis

બંગાળની રેલી અને રોડ શો તીર્થયાત્રા જેવા રહ્યા

પીએમ મોદીએ પત્રમાં લખ્યું, “લોકશાહીનો દરેક મહોત્સવ ખૂબ પવિત્ર હોય છે. મને પણ બંગાળના આ ઉત્સવમાં ભાગ લેવાની તક મળી છે. વીતેલા દિવસોમાં મને આપ સૌની સામે બંગાળના વિકાસને લઈને ભાજપનો રોડમેપ રાખવાની તક મળી. આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પ્રચાર પૂરો થઈ રહ્યો છે. આ ચૂંટણીની મારી અંતિમ રેલી પણ થઈ ચૂકી છે. આ ચૂંટણી દરમિયાન, મેં બંગાળમાં એક અલગ જ ઊર્જાનો અનુભવ કર્યો છે. આટલી ગરમી હોવા છતાં, આટલી બધી રેલીઓ પછી પણ મને બંગાળની આ ચૂંટણીમાં જરા પણ થાક અનુભવાયો નથી. આ રેલીઓ, આ રોડ શો મારા માટે તીર્થયાત્રા સમાન રહ્યા છે.”

પીએમએ વધુમાં ઉમેર્યું કે, “જ્યારે જાન્યુઆરી 2024 માં અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન થયું હતું, તે પહેલા મેં 11 દિવસનું અનુષ્ઠાન કર્યું હતું, વ્રત રાખ્યું હતું. આ ચૂંટણીમાં પણ મને એવી જ અનુભૂતિ થઈ છે, જેવી કોઈ દેવી મંદિરમાં દર્શન સમયે થાય છે.”

‘હવે પરિવર્તન કરવાનું છે’

પીએમએ લખ્યું, “આ ચૂંટણી દરમિયાન મેં એ પણ જોયું કે બંગાળના યુવાનો હોય, મહિલાઓ હોય, ખેડૂતો હોય કે શ્રમિકો હોય, દરેક વિકસિત બંગાળ માટે કેટલા અધીરા છે. બંગાળનો યુવાન હવે આગળ વધવા માટે ખુલ્લું મેદાન ઈચ્છે છે. દીકરીઓ ખુલ્લું આકાશ ઈચ્છે છે, સુરક્ષા ઈચ્છે છે. બંગાળનો દરેક નાગરિક, દરેક પરિવાર એક જ સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે – હવે પરિવર્તન કરવાનું છે. ભય ઘણો વેઠ્યો, હવે ભરોસો જોઈએ, હવે ભાજપ જોઈએ.”

સંબંધિત લેખો

Most Popular