અમદાવાદ, 27 એપ્રિલ 2026: A young man died after being attacked late at night in Jamalpur શહેરના જમાલપુર વિસ્તારમાં તાનગરવાડ પાસે ગઈ મોડી રાત્રે જૂની અદાવતને જીવલેણ હુમલા કરાતા એક યુવકનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ત્રણ શખસો સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના જમાલપુર તાનગરવાડ પાસે મહેબૂબ પઠાણ અને જરગુલ પઠાણ નામના બે યુવકો પર કેટલાક શખસોએ અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં મહેબૂબ પઠાણને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે હુમલામાં વચ્ચે પડેલા જરગુલ પઠાણને પણ ઈજાઓ થતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવથી તાનગરવાડ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવની ગાયકવાડ હવેલી પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસ બાદ પોલીસે આ મામલે સલીમ પઠાણ અને હનીફા પઠાણ સહિત 3 શખસો સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. હત્યા પાછળનું મુખ્ય કારણ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે


