1. Home
  2. ગુજરાતી
  3. ઇંગ્લેન્ડે 2026 ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો
ઇંગ્લેન્ડે 2026 ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો

ઇંગ્લેન્ડે 2026 ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો

0
Social Share

નવી દિલ્હી, 19 જુલાઈ 2026: ઇંગ્લેન્ડે ફ્રાન્સને હરાવીને 2026 ફિફા વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. મિયામી સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજા સ્થાન માટેની મેચમાં ઇંગ્લેન્ડે ફ્રાન્સને 6-4થી પરાજય આપ્યો. આ મેચમાં કુલ 10 ગોલ થયા હતા, જે વર્લ્ડ કપમાં ત્રીજા સ્થાન માટેની મેચમાં નોંધાયેલી ગોલની અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે. બુકાયો સાકાએ શાનદાર પ્રદર્શન કરતા હેટ્રિક નોંધાવી હતી.

દરમિયાન, ફ્રાન્સના કિલિયન એમબાપ્પેએ બીજા હાફમાં બે ગોલ કર્યા. આ સાથે, વર્લ્ડ કપમાં કુલ ૨૨ ગોલ કરીને તેમણે લિયોનેલ મેસીના 21 ગોલના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. એમબાપ્પે આ ટુર્નામેન્ટમાં 10 ગોલ સાથે ‘ગોલ્ડન બૂટ’ની રેસમાં આગળ નીકળી ગયા છે. બીજી તરફ, 2026 ફિફા વર્લ્ડ કપની ફાઈનલ મેચ આજે રાત્રે ન્યૂયોર્ક-ન્યૂજર્સી સ્ટેડિયમ ખાતે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 12:30 વાગ્યે શરૂ થવાની છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code