1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. એસિડિટીમાં આ ફળો ખાવાની ભૂલ ન કરતા, મુશ્કેલીઓ વધશે
એસિડિટીમાં આ ફળો ખાવાની ભૂલ ન કરતા, મુશ્કેલીઓ વધશે

એસિડિટીમાં આ ફળો ખાવાની ભૂલ ન કરતા, મુશ્કેલીઓ વધશે

0
Social Share

એસિડિટીની સમસ્યા આજે સામાન્ય બની ગઈ છે, જેને તબીબી ભાષામાં ‘એસિડ રિફ્લક્સ’ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં પેટ અથવા છાતીમાં બળતરા અને ગેસની તકલીફ થાય છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી રહે, તો તેને અવગણવી ભારે પડી શકે છે. નિષ્ણાતોના મતે, જ્યારે શરીરનું પીએચ લેવલ બગડે છે અને પાચનક્રિયા નબળી પડે છે, ત્યારે એસિડિટી ટ્રિગર થાય છે. સીનિયર ડાયેટિશિયનના જણાવ્યા અનુસાર, ડાયેટમાં કરવામાં આવતી નાની ભૂલો એસિડિટી માટે મુખ્યત્વે જવાબદાર હોય છે. ખાસ કરીને એસિડિટી દરમિયાન અમુક એવા ફળો છે જેનું સેવન કરવાથી સમસ્યા વધુ ગંભીર બની શકે છે. જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ, ત્યારે આપણું શરીર તેને પચાવવા માટે ‘એસિડિક બાઈલ જ્યુસ’ ઉત્પન્ન કરે છે. પરંતુ તીખું, તળેલું ખાવાને કારણે કે ખોરાક બરાબર ન ચાવવાને કારણે શરીરમાં એસિડનું ઉત્પાદન વધી જાય છે, જેનાથી ગળા અને છાતીમાં બળતરા થાય છે.

  • એસિડિટીમાં ભૂલેચૂકે પણ ન ખાશો આ ફળો

સંતરા, કિન્નુ અને મોસંબી: આ ફળોમાં સિટ્રિક એસિડનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તે અતિશય એસિડિક હોવાને કારણે એસિડ રિફ્લક્સના લક્ષણોને વધુ ખરાબ કરી શકે છે. એસિડિટી હોય ત્યારે આ ફળોનો જ્યુસ કે સ્મૂધી લેવાનું ટાળવું જોઈએ.

દ્રાક્ષ: દ્રાક્ષમાં ઓક્સેલેટ હોય છે જે આપણા મેટાબોલિઝમને અસર કરે છે. છાતીમાં બળતરા કે ગેસની સમસ્યા હોય ત્યારે દ્રાક્ષ ખાવાથી શરીરના પીએચ લેવલ પર નકારાત્મક અસર પડે છે અને એસિડિટી વધી શકે છે.

અનાનાસ (પાઈનેપલ): અનાનાસમાં પણ સિટ્રિક એસિડ હોય છે. ભલે તેમાં વિટામિન સી ભરપૂર હોય, પરંતુ એસિડિટી દરમિયાન તે શરીરમાં એસિડનું ઉત્પાદન વધારે છે, જે સતત બળતરાનું કારણ બની શકે છે.

જેમને વારંવાર એસિડિટી થતી હોય તેઓ કેળા, તરબૂચ, પપૈયું અને શક્કરટેટી ખાઈ શકે છે. આ ફળો એસિડિટી ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત અંજીર અને સફરજન પણ સુરક્ષિત માનવામાં આવે છે. ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટના જણાવ્યા અનુસાર, જેમને એસિડિટીની કાયમી ફરિયાદ રહેતી હોય, તેમણે સવારે ખાલી પેટે નારિયેળ પાણી પીવું જોઈએ. નારિયેળ પાણી પીવાથી પેટ હળવું રહે છે અને પાચનમાં સુધારો થાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code