1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડો. બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીને યુજીસી દ્વારા કેટેગરી-1નો દરજ્જો અપાયો
ડો. બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીને યુજીસી દ્વારા કેટેગરી-1નો દરજ્જો અપાયો

ડો. બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીને યુજીસી દ્વારા કેટેગરી-1નો દરજ્જો અપાયો

0
Social Share

અમદાવાદઃ  દેશભરની સરકારી યુનિવર્સિટીઓનું ગ્રેડિંગ કરતી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ( યુજીસી) દ્વારા ડો. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીને કેટેગરી વનનો દરજ્જો આપ્યો છે. ‘કેટેગરી-1’  યુનિવર્સિટી તરીકેનો દરરજ્જો પ્રાપ્ત કરનારી સમગ્ર દેશની એકમાત્ર ઓપન યુનિવર્સિટી બનવાની સાથે ગુજરાતની પણ પ્રથમ યુનિવર્સિટી હોવાનું બહુમાન ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને ફાળે જાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશની યુનિવર્સિટીઓને તેની ગુણવત્તાના આધારે સ્વાયતતા પ્રદાન કરવા માટે યુ.જી.સી. દ્વારા ગ્રેડેશન નક્કી કરવા માટેની ચોક્કસ નીતિઓના આધારે નિર્ણય લેવામાં આવે છે. ‘કેટેગરી-1’ યુનિવર્સિટી તરીકેનો દરરજ્જો પ્રાપ્ત કરનારી સમગ્ર દેશની એકમાત્ર ઓપન યુનિવર્સિટી બનવાની સાથે રાજ્યની પણ પ્રથમ યુનિવર્સિટી હોવાનું બહુમાન ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને ફાળે જાય છે. કેટેગરી-1 શ્રેણી પ્રાપ્ત થવાથી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને વિદ્યાકીય સ્વાયતતા મળશે. જેના આધારે નવાં અભ્યાસક્રમ સંરચના, નવાં વિભાગો, સંશોધન-અધ્યયન કેન્દ્ર વિસ્તાર, વિદેશી ફેકલ્ટીની નિમણૂક અને વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા બાબતની અનેકવિધ શક્યતાઓના દ્વાર ખુલશે. વિદ્યા વિસ્તારની પ્રોત્સાહક યોજનાઓ, તથા સર્વાંગી શૈક્ષણિક વિકાસ માટે સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની ડો.બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીને મોકળાશ મળશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વિશ્વની પ્રથમ પંક્તિની 500 યુનિવર્સિટી સાથે તંદુરસ્ત સ્પર્ધામાં જોડતી આ ઉપલબ્ધી બદલ ગુજરાતના વિદ્યાજગત તરફથી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને સાર્વત્રિક અભિનંદન મળી રહ્યા છે. નેક એક્રેડિટેશનમાં એ ડબલ પ્લસ (A++) જેવો ઊંચો ક્રમાંક પ્રાપ્ત કરવાની તાજેતરની સિદ્ધિ બાદ યુ.જી.સી. દ્વારા ‘કેટેગરી-1’ યુનિવર્સિટી તરીકે દરજ્જો પ્રાપ્ત કરીને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ ઉલ્લેખનીય સિદ્ધિ મેળવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code