1. Home
  2. ગુજરાતી
  3. કેરલમમાં DRIએ 24 કિલોગ્રામ માદક દ્રવ્યોનો જથ્થા સાથે 5ની ધરપકડ
કેરલમમાં DRIએ 24 કિલોગ્રામ માદક દ્રવ્યોનો જથ્થા સાથે 5ની ધરપકડ

કેરલમમાં DRIએ 24 કિલોગ્રામ માદક દ્રવ્યોનો જથ્થા સાથે 5ની ધરપકડ

0
Social Share

કોચી, 30 મે 2026: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના કોચીન યુનિટ દ્વારા હાથ ધરવામાં આવેલા સંકલિત નાર્કોટિક્સ વિરોધી ઓપરેશન્સમાં, ગેરકાયદેસર વિતરણ અને હેરાફેરી માટે લઈ જવાતો મેથાક્વાલોન, મેથામ્ફેટામાઈન અને હાશિશ ઓઈલ સહિતનો માદક પદાર્થો અને સાયકોટ્રોપિક પદાર્થોનો મોટો જથ્થો ઓપરેશન ચક્રવ્યૂહ હેઠળ કોચી, મલપ્પુરમ અને તિરુવનંતપુરમ ખાતે જપ્ત કરવામાં આવ્યો હતો.

આ ઓપરેશન્સમાં કુલ 24 કિલોગ્રામથી વધુ માદક પદાર્થો અને સાયકોટ્રોપિક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે. હેરાફેરીના નેટવર્કમાં સંકળાયેલા મુખ્ય ઓપરેટિવ્સ સહિત પાંચ વ્યક્તિઓની નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

આ પ્રતિબંધિત સામગ્રી સ્મગલિંગના વિવિધ મોડ્સ દ્વારા શોધી કાઢવામાં આવી હતી, જેમાં એરપોર્ટ પર પેસેન્જર બેગેજ, કુરિયર કન્સાઇનમેન્ટમાં છુપાવેલ સામાન અને આઉટબાઉન્ડ એક્સપોર્ટ કાર્ગોનો સમાવેશ થાય છે.

આ જપ્તી ડીઆરઆઈ (DRI)ની સતત તકેદારી અને આંતરરાષ્ટ્રીય તથા સ્થાનિક ચેનલો દ્વારા કાર્યરત સંગઠિત ડ્રગ હેરાફેરીના નેટવર્કને તોડી પાડવાના તેના કેન્દ્રિત પ્રયાસોને રેખાંકિત કરે છે.

છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન, ડીઆરઆઈ (DRI)ના કોચીન ઝોનલ યુનિટે કેરળમાં અંદાજે Rs. 70.76 કરોડની કિંમતના માદક પદાર્થો અને સાયકોટ્રોપિક પદાર્થો જપ્ત કર્યા હતા અને વિવિધ એનડીપીએસ (NDPS) કેસોના સંબંધમાં 21 વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ સમાજને માદક પદાર્થોના દૂષણથી બચાવવા અને ભારત સરકારના “નશા મુક્ત ભારત” ના વિઝનમાં પોતાનું યોગદાન આપવા માટે તેની પ્રતિબદ્ધતામાં અડગ છે.

વધુ વાંચો: રુદ્રપ્રયાગમાં કાર ઊંડી ખીણમાં ખાબકી, ત્રણના મોત અને પાંચ ઘાયલ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code