મુંબઈઃ મુંબઈ હવાઈ મથક જકાત અધિકારીઓએ 10 થી 12 નવેમ્બર દરમિયાન છ અલગ અલગ કેસમાં 10 કરોડ 54 લાખ રૂપિયાનો માદક પદાર્થ, એક કરોડ 90 લાખ રૂપિયાની કિંમતનું સોનું અને 13 લાખ 16 હજાર રૂપિયાનું વિદેશી ચલણ જપ્ત કર્યું.
પ્રાપ્ત માહિતીના આધારે, છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર જકાત અધિકારીઓએ બેંગકોકથી આવેલા એક મુસાફરને અટકાવ્યો અને તેની ટ્રોલી બેગમાં સંતાડેલો 5 કિલો માદક પદાર્થ જપ્ત કર્યો, જેની કિંમત 5 કરોડ રૂપિયાથી વધુ છે. આરોપીની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
અન્ય એક કેસમાં, બેંગકોક ફ્લાઇટના શૌચાલયમાંથી 3 કિલો કેટલો માદક પદાર્થ, જેની કિંમત 3 કરોડ રૂપિયાથી વધુની છે, તે જપ્ત કરાયો હતો.

