1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ભારત-પાક, વર્લ્ડ કપ મેચને લીધે એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનનો જમાવડો થવાની શક્યતા
અમદાવાદમાં ભારત-પાક, વર્લ્ડ કપ મેચને લીધે એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનનો જમાવડો થવાની શક્યતા

અમદાવાદમાં ભારત-પાક, વર્લ્ડ કપ મેચને લીધે એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનનો જમાવડો થવાની શક્યતા

0
Social Share

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. હવે તો ફ્લાઈટ્સની આવન-જાવનથી એરપોર્ટ 24 કલાક ધમધમતું જોવા મળી રહ્યું છે. જ્યારે ગાંધીનગર કે અમદાવાદમાં કોઈ મોટી ઈવેન્ટ હોય ત્યારે ચાર્ટર્ડ પ્લેનથી વીવીઆઈપી આવતો હોય છે, તેના લીધે ક્યારેક સ્થિતિ એવી ઊભી થતી હોય છે. કે. એરપોર્ટ પર પાર્કિંગ જગ્યા પણ મળતી નથી. આવી જ સ્થિતિ 14મી ઓક્ટોમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની રોમાંચક બનનારી ક્રિકેટ મેચના દિવસે જોવા મળે તો નવાઈ નહીં, કારણે મુંબઈ સહિત મહાનગરોમાંથી ઘણાબધા ઉદ્યોગપતિઓ અને ક્રિકેટના શોખીન નબીરોઓ ચાર્ટર્ડ પ્લેન દ્વારા અમદાવાદ પહોચશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પ્રતિદિન સરેરાશ 15થી વધુ ખાનગી ચાર્ટર્ડ ફ્લાઈટની આવન-જાવન થતી હોય છે. અમદાવાદ એ ગુજરાતનું આર્થિક પાટનગર ગણાય છે. તેમજ કેપિટલ ગણાતું ગાંધીનગર અને અમદાવાદ ટ્વીનસિટી બની ગયું હોવાથી વેપારના વધતા વ્યાપના કારણે અમદાવાદના એરપોર્ટ પર હવે રોજની ચાર્ટર્ડ ફ્લાઈટમાં વધારો થઈ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે મહિને 450થી 500 જેટલી ચાર્ટર્ડ ફ્લાઈટ એરપોર્ટના પાર્કિંગમાં લેન્ડ થતી હોય છે.  હવે ઓક્ટોબર મહિનામાં અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડકપને લઈને મેચોનું આયોજન છે. વર્લ્ડકપની મોટાભાગની મેચ જે ભારે રોમાંચક હશે તે અમદાવાદમાં હોવાથી વીવીઆઈપી લોકો અમદાવાદ આવવાના છે. હજી સુધી વીવીઆઈપીની યાદી તૈયાર થઈ નથી, પણ એક અંદાજ પ્રમાણે ઓક્ટોબર મહિનામાં 100થી વધુ ચાર્ટર્ડ ફ્લાઈટ આવી શકે છે, એટલે જે દર મહિને 500 ચાર્ટર્ડ ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર આવે છે તેની સંખ્યા વધીને 600 થઈ શકે છે, જે માટેની તૈયારી પણ અમદાવાદ એરપોર્ટ દ્વારા કરી દેવામાં આવી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટની રોજના 15 ચાર્ટર્ડ પ્લેન અમદાવાદ એરપોર્ટ પર અવરજવર કરે છે, તેની સાથે મહિનામાં આ સંખ્યા 500 જેટલા ખાનગી ચાર્ટર્ડ ફ્લાઈટ્સ ઉડાન ભરતી હોય છે.  સતત વીવીઆઈપીના અનશિડ્યુલ પ્લાનના કારણે એરપોર્ટ દ્વારા તમામ મેનેજમેન્ટની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ટ્રાફિક કંટ્રોલ પણ આ મામલે સતત એક્ટિવ છે અને એટીસીનો સ્ટાફ તેને મેન્ટેઇન પણ કરે છે. વર્લ્ડ કપ ક્રિકેટ મેચને કારણે ઓક્ટોબર મહિનામાં ચાર્ટર્ડ પ્લેનની 600 જેટલી સંખ્યા થઈ શકે છે, જે સામાન્ય મહિના કરતાં 100થી વધુ હોઈ શકે છે. તે માટે તૈયારી પણ કરી દેવામાં આવી છે .

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code