Site icon Revoi.in

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનમાં સ્ટાફની અછતને લીધે 1.50 લાખ મિલક્તોનો રિ-સર્વે થયો નથી

Social Share

ભાવનગરઃ શહેરના મ્યુનિ,કોર્પોરેશનમાં મહેકમ ઓછુ હોવાથી વહિવટી કામમાં મુશ્કેલીઓ પડી રહી છે. શહેરમાં વસતી સાથે વિસ્તાર પણ વધ્યો છે. મ્યુનિના એસેસમેન્ટ વિભાગમાં સ્ટાફની અછતના પગલે ઘણી મિલકતોનો રી-સર્વે બાકી છે. શહેરમાં 10 વોર્ડની અંદાજીત દોઢ લાખ જેટલી મિલકતોના રી-સર્વેની કામગીરી બાકી હોવાથી આ કામગીરી ઝડપથી પુર્ણ કરવા એસેસમેન્ટ વિભાગમાં સ્ટાફ વધારો જરૂરી બન્યો છે. જોકે આવતી કાલે મ્યુનિના સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે ચર્ચા થાય અને કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટિની આવતી કાલે તા.26મીસપ્ટેમ્બરને શુક્રવારે સાંજે 4 કલાકે મળશે. સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં સમીક્ષા કર્યા બાદ જુદા જુદા કામના 18 ઠરાવને મંજૂરી આપવામાં આવશે, જેમાં એસેસમેન્ટ વિભાગ અને ઘરવેરા વિભાગનું અલગ-અલગ સેટઅપ મંજુર કરવાની તથા એસેસમેન્ટ વિભાગ ખાતે દરખાસ્તમાં દર્શાવેલ ટેબલની કોલમ નં. 6 માં સુચિત વધારાની જગ્યાઓ મંજુર કરવા નિર્ણય કરાશે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનની હદમાં નવા ગામો ભેળવીને હદ વિસ્તારમાં વધારો કરવામાં આવતા મ્યુનિના કર્મચારીઓ પર કામનું ભારણ વધ્યુ છે.

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના એસેસમેન્ટ વિભાગ દ્વારા હાલ સર્વેની કામગીરી ચાલુ છે, 7 વોર્ડની રી-સર્વેની કામગીરી પુર્ણ થયેલ છે, જ્યારે 10વોર્ડની અંદાજીત દોઢ લાખ જેટલી મિલકતોની રી-સર્વેની કામગીરી બાકી હોય, આ કામગીરી ઝડપથી પુર્ણ કરવા એસેસમેન્ટ વિભાગે સ્ટાફમાં વધારો કરવાની જરૂરીયાત ઉભી થઈ છે. મ્યુનિના એસેસમેન્ટ વિભાગ દ્વારા વર્ષ 2017-18માં  જીઆઈએસ બેસેડ રી-સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી અને દર 4 વર્ષે ફેર-આકારણી કરવાની રહે છે. પરંતુ રી-સર્વે શરૂ 2017-18થી શરૂ કરાયો છે. સ્ટાફની અછતના કારણે હજુ સુધી ફક્ત 7 વોર્ડ અને 6 નવા ગામ ભળેલ છે તેની અંદાજીત 1.69.027 મિલ્કતોની જીઆઈએસ બેસેડ આકરણી પૂર્ણ થઈ શકેલ છે. જયારે અંદાજીત 1,5૦,૦૦૦ મિલકતોનો રી-સર્વે બાકી છે. જેની કામગીરી સત્વરે દોઢથી બે વર્ષમાં પુર્ણ કરવા માટે કાયમી સ્ટાફની સંખ્યામાં વધારો કરવો અત્યંત જરૂરી છે. વધુમાં, એસેસમેન્ટ વિભાગે કાયમી સ્ટાફની સંખ્યામાં વધારો કરવામાં આવે તો જ દર 4(ચાર) વર્ષે ફેર-આકારણીની કામગીરી થઈ શકે અન્યથા દર 4 વર્ષે ફેર-આકારણી કરવી શક્ય બને નહિ તેમ એસેસમેન્ટ વિભાગના સૂત્રોનું કહેવું છે.