Site icon Revoi.in

ચીનમાં વાવાઝોડાને પગલે ડિજીટલ પેમેન્ટ સિસ્ટમ ખોરવાતા લોકો મુકાયાં મુશ્કેલી

Social Share

નવી દિલ્હીઃ ચક્રવાત યાગીએ વિયેતનામ અને ચીનમાં તબાહી મચાવી હતી, જેની અસર આજે પણ જોવા મળી રહી છે. 6 સપ્ટેમ્બરે આ તોફાન ચીનના હેનાન પ્રાંતમાં ત્રાટક્યું હતું. યાગી વાવાઝોડાને કારણે આ વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે. ચીનમાં આ વાવાઝોડાને કારણે થયેલી ભારે તબાહીનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, વાવાઝોડાને કારણે તેમને પાવર કટ સહિત અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન લોકોએ કેશલેસ સોસાયટીમાં રહેવાના પડકારો અંગેના તેમના અનુભવો શેર કર્યા હતા. પાવર કટના કારણે લોકો તેમના મોબાઈલ ડિવાઈસને ચાર્જ કરી શકતા ન હતા, જેના કારણે તેઓને વ્યવહારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા એક વીડિયોમાં જોવા મળ્યું હતું કે, મોબાઈલ ફોન જેવા ઉપકરણોને ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન પર ભીડ હતી. અહીં એક વિક્રેતાએ લોકો તેમના ફોનને ચાર્જ કરવા માટે એન્જિનથી ચાલતી સિસ્ટમ લગાવી છે. વીડિયોના કેપ્શનમાં લોકોની સમસ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તોફાન પછી પાણી અને વીજળીની સમસ્યા ઉભી થઈ છે. કેપ્શનમાં જણાવ્યું હતું. લોકો મોબાઇલ ઉપકરણોને ચાર્જ કરવા વિશે ચિંતિત છે, કારણ કે તેમના તમામ નાણાં મોબાઇલ વૉલેટમાં સંગ્રહિત છે. ફોન વિના તમે બ્રેડ પણ ખરીદી શકતા નથી.

વીડિયો વાયરલ થયા પછી, કટોકટીના સમયમાં સંપૂર્ણ કેશલેસ સોસાયટીની સંભવિત નબળાઈઓ વિશે વાતચીત શરૂ થઈ છે. અન્ય એક વિડિયોમાં, ઇલેક્ટ્રિક વાહનો પર નિર્ભરતા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. લોકો પોતાના વાહનો લઈને ચાર્જિંગ સ્ટેશનો પર પહોંચી રહ્યા છે. પોસ્ટમાં સમજાવવામાં આવ્યું છે કે માત્ર 550 કે તેથી વધુનો સોશિયલ ક્રેડિટ સ્કોર ધરાવતા લોકો જ ચીનના પ્રાથમિક ડિજિટલ વૉલેટ WeChat નો ઉપયોગ કરીને રિચાર્જ કરી શકે છે. વિડિયો ચીનની ડિજિટલ અર્થવ્યવસ્થાના અન્ય પાસાને પણ હાઇલાઇટ કરે છે, જેના માટે વપરાશકારોએ સમાપ્તિ તારીખ પહેલાં તેમના નાણાં ખર્ચવા જરૂરી છે. સોશિયલ ક્રેડિટ સ્કોરના આધારે એકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવે છે.

Exit mobile version