1. Home
  2. ગુજરાતી
  3. લદ્દાખમાં વિતેલી રાતે ભૂકંપના આચંકા આવ્યા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4 નોંધાઈ
લદ્દાખમાં વિતેલી રાતે ભૂકંપના આચંકા આવ્યા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4 નોંધાઈ

લદ્દાખમાં વિતેલી રાતે ભૂકંપના આચંકા આવ્યા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4 નોંધાઈ

0
Social Share
  • લદ્દાખમાં ભૂકંપના આચંકા આવ્યા
  • રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4 નોંધાઈ

લદ્દાખઃ- દેશના ઘણા વિસ્તારોમાં અવાર નવાર ભૂકંપના આચંકાઓ આવવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે લદ્દાખની ઘરા મોડી રાતે ઘ્રુજી ઉઠી હતી અહી ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા જેની તીવ્રતા 4 માપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે  આ ભૂકંપ બુધવારની રાતે આશરે 8.11 કલાકે આવ્યો હતો, ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉત્તર-પૂર્વમાં 164 કિમી દૂર  નોંધાયું છે,ભુકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 માપવામાં આવી છે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.

આ સહીત બુધવારે જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી. જો કે ભૂકંપથી કોઈ નુકસાન થયું નથી. ઘરતીમાં સામાન્ય કંપારી આવી હતી આ ભૂકંપનું કેન્દ્ર જમ્મુ અને કાશ્મીરથી 289 કિમી ઉત્તરપૂર્વમાં જમીનથી 15 કિમીની ઊંડાઈએ હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code