
સૌરાષ્ટ્રમાં ધરા ધ્રુજી, 3.4ની તીવ્રતાનો ભકંપનો આંચકો
અમદાવાદઃ સૌરાષ્ટ્રની ધરા આજે બુધવારે ફરી એકવાર ધણધણી હતી. બપોરના સમયે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. બપોરના લગભગ 3.18 કલાકે 3.4ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જો કે, સદનસીબે આ આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં બપોરના સમયે ભૂકંપનો આંચકો આવ્યો હતો. બપોરના સમયે 3.4ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ તલાલાથી 12 કિમી દૂર ઉત્તર-પૂર્વમાં નોંધાયું હોવાનું જાણવા મળે છે. અચાનક ધરા ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા.
(PHOTO-FILE)