
ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો, લોકોમાં ફફડાટ
અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા આવે છે. દરમિયાન આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 39 કિમી દૂર નોંધાયું હોવાનું જાણવા મળે છે. તેમજ ભૂકંપની તીવ્રતા 2.3 નોંધાઈ હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર બનાસકાંઠાના પાલનપુરમાં અચાનક ધરા ધ્રુજતા લોકોમાં ભય ફેલાયો અને હતો અને ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નહીં હોવાનું જાણવા મળે છે. બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર અને દાંતીવાડા કોલોનીમાં ભૂકંપની સૌથી વધારે અસર નોંધી હતી. ગુજરાતના ભૂકંપના પાંચ ઝોન પૈકી બનાસકાંઠા જિલ્લો ભૂકંપના ઝોન-3માં આવે છે. ત્યારે આ ભુકંપ ને પગલે લોકો માં ભારે ગભરાટ જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ છેલ્લા કેટલાક મહિનાઓથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા આવે છે.