Homeગુજરાતીમણિપુરના ઉખરુલમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.0ની નોંધાઈ તીવ્રતા

મણિપુરના ઉખરુલમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.0ની નોંધાઈ તીવ્રતા

  • મણિપુરમાં ભૂકંપના આંચકા 
  • 4.0ની નોંધાઈ તીવ્રતા
  • કોઈ જાનહાનિ કે નુકસાન નહીં 

ઇમ્ફાલ:મણિપુરના ઉખરુલમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ,નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે લગભગ 6:14 વાગ્યે આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ  થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.

સંબંધિત લેખો

Most Popular