Homeગુજરાતીકુખ્યાત ડ્રગ માફિયા વીરેન્દ્ર સિંહ બસોયાને UAEથી ભારત લાવવામાં આવ્યો

કુખ્યાત ડ્રગ માફિયા વીરેન્દ્ર સિંહ બસોયાને UAEથી ભારત લાવવામાં આવ્યો

નવી દિલ્હી, 14 ઓગસ્ટ 2026: Notorious drug mafia Virendra Singh Basoya નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ને ડ્રગ્સના વેપાર સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી હતી કે NCB આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા વીરેન્દ્ર સિંહ બસોયાને સંયુક્ત આરબ અમીરાત (UAE) થી સફળતાપૂર્વક ભારત પાછું લઈ આવ્યું છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ શેર કરતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર વિદેશમાં છુપાયેલા ડ્રગ તસ્કરોને સતત શોધી રહી છે અને અત્યંત કડકાઈ સાથે તેમના સમગ્ર નેટવર્કને તોડી પાડી રહી છે.

શૂન્ય-સહિષ્ણુતા નીતિમાં એક નવો સીમાચિહ્નરૂપ તબક્કો

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે NCB દ્વારા બસોયાને UAEથી પાછા લાવવાની ઘટના ડ્રગ્સ સામેની દેશની ‘ઝીરો-ટોલરન્સ’ નીતિમાં એક નવો સીમાચિહ્નરૂપ વળાંક છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમારી તપાસ એજન્સીઓએ એક વ્યાપક અભિગમ અપનાવીને ગુનેગારોને શોધી કાઢ્યા છે, જેમાં નેટવર્કને ઉપરથી નીચે અને નીચેથી ઉપર એમ બંને સ્તરે ટ્રેસ કરવામાં આવ્યું છે. આ બાબતે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ડ્રગ તસ્કરો દુનિયામાં ગમે ત્યાં છુપાયેલા હોય, તેઓ ભારતીય કાયદાની લાંબી પહોંચથી બચી શકતા નથી.

વીરેન્દ્ર સિંહ બસોયા કોણ છે?

ઉલ્લેખનીય છે કે વીરેન્દ્ર સિંહ બસોયા પર આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના સૂત્રધાર હોવાનો આરોપ છે અને તે લાંબા સમયથી કાયદાની પકડમાંથી બચી રહ્યો હતો. તેની વાપસીને ભારતની સુરક્ષા એજન્સીઓ માટે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.

વધુ વાંચો: હિમાચલમાં કુદરતનો કહેર યથાવત: 177 લોકોનાં મોત અને 955 કરોડનું નુકસાન

સંબંધિત લેખો

Most Popular