1. Home
  2. ગુજરાતી
  3. તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,તીવ્રતા 6 નોંધવામાં આવી
તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,તીવ્રતા 6 નોંધવામાં આવી

તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,તીવ્રતા 6 નોંધવામાં આવી

0

દિલ્હી :તુર્કીમાં બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ અંકારાથી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં 186 કિમી દુર આવ્યો હતો.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા છ આંકવામાં આવી હતી.

ભૂકંપના આંચકા સવારે 6.28 કલાકે આવ્યા હતા.ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટરની ઉંડાઈએ હતું.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે.જોકે ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ ચાવાયો હતો અને લોકો ઘરની બહાર દોડી ગયા હતા.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાની થઈ રહી નથી. અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.