
સવારના નાસ્તામાં કરો સાબુદાણા અને ઓટ્સનું સેવન – પાચનથી લઈને વેઈટ લોસ કરવામાં કરે છે ફાયદો
- ડાયટમાં ઓટ્સ ખાવાના અનેક છે ગુણો
- હેલ્થ અને સ્કિનને ખૂબ ફાયદા કરે છે ઓટ્સ
સામાન્ય રીતે આપણાને નાસ્તામાં ચટપટા નાસ્તા ,તળેલા નાસ્તા પરોઠો વધઝારે ભાવતા હોઈએ છીએ, પરંતુ જવના દલિયા એટલે કે ઓટ્સ આપણા નાસ્તાને હેલ્ધી બનાવે છે, તે સાથે જ શરીરને તંદુરસ્ત રાખવામાં ખૂબ જ મદદ કરે છે, મોટે ભાગે જો નાસ્તામાં ઓટ્સનો ઉપયોગ કરવામાં આવે તો અનેક બિમારીમાંથી આપણાને રાહત મળી શકે છે.
ઓટ્સના ફાયદા
- ઓટ્સ સામાન્ય રીતે કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન-બીથી ભરપુર હોય છે, જે આપણા શરીરની સિસ્ટમને મજબૂત બનાવે છે અને તંદૂરસ્ત રાખે છે.
- ઓટ્સમાં ચરબીનું પ્રમાણ ન હોવાથી તે ડાયટ માટે બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે
- ઓટ્સમાં ઇનોજિટોલ સમાયેલ હોય છે જે આપણા લોહીમાં ચરબીના સ્તરને કંટ્રોલ કરે છે,અને વધતી ચરબીનો નાશ કરે છે.
- જેને વારંવાર પેટમાં દબખવાની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ સવારના નાસ્તામાં ઓટ્સનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે, ઓટ્સના સેવનથી કબજિયાત દૂર થાય છે.પેટ સાફ રહે છે જેથી પેટલે લગતી સમસ્યામાં ઓટ્સ ગુણકારી માનવામાં આવે છે
- જે લોકો ડાયાબિટીસના દર્દીઓ છે તેમણે ઓટ્સને પોતાનો આહાર બનાવવો જોઈએ કારણ કે ઓટ્સ ઈન્સ્યુલિનના સ્તરને નિયંત્રણ રાખે છે
સાબુદાણાના નાસ્તો કરવાથી થતા ફાયદા
- વર્કઆઉટ રૂટીન પહેલા સાબુદાણાનું સેવન કરવાથી તમારું પરફોર્મન્સ સુધરે છે.
- સાબુદાણાને કાર્બોહાઈડ્રેટનો સારો સ્ત્રોત માનવામાં આવે છે જે તમને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. કસરત કરતા પહેલા કાર્બોહાઇડ્રેટ યુક્ત ખોરાક ખાવાથી કાર્યક્ષમતા સુધારવામાં મદદ મળી શકે છે.
- જો તમે પણ વજન વધારવાની કોશિશ કરી રહ્યા છો તો તમારા ડાયટમાં સાબુદાણાનો સમાવેશ કરવો તમારા માટે સારો વિકલ્પ બની શકે છે.
- સાબુદાણા, કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર, આંતરિક અવયવોને સુરક્ષિત કરવા માટે શરીરમાં આવશ્યક ચરબીયુક્ત પેશીઓ બનાવવામાં મદદ કરે છે.
- આ સિવાય ઝડપથી વજન વધારવા માટે સાબુદાણાનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.
- સાયકલ સવારો પર કરવામાં આવેલ અભ્યાસ દર્શાવે છે કે કસરત દરમિયાન સાબુદાણાથી ભરપૂર પીણું પીવાથી થાક દૂર થાય છે અને શારીરિક સહનશક્તિ વધે છે.