
શિયાળામાં મેથી પાક ખાવાથી થાય છે અઢળક ફાયદાઓ, મેથી સંઘિ વા માં પણ આપે છે રાહત
હવે શિયાળાની શરુઆત થઈ ચૂકી છે, ઘણા લોકોને વા ની સમસ્યા હોય છે જેમાં આખું શરીર અને ખાસ કરીને હાથ પગના સાંધાઓ દુખવાની ફરિયાદ રહેતી હોય છે, આવા સમયે મેથીના દાણા તમારા માટે રામબાણ ઈલાજ છે, જો રાતે 10 થી 12 મેથીના દાણા એક કપ પાણીમાં પલાળી અને દરરોજ સવારે ભૂખ્યા પેટે તેનું સેવન કરવામાં આવે અને સાથે તે પાણી પણ પીવામાં આવે તો શરીરને ઘણા ફાયદા થાય છે,
આ સાથે જ ગોળ પણ ગુણકારી માનવામાં આવે છે ોગળ સાથે પણ મેથી વધુ ફાયદાકારક સાબિત થાય છે,ગોળ અને મેખીના લાડવા દરરોજ સવારે કાવાથઈ અનેક બીમારીઓ દૂર થાય છે.કારણ કે ગોળ અને મેથીના દાણામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ અને જસત જેવા ઘણા પ્રકારના ખનીજ હોય છે.
જાણો ગોળ મેથીના લાડવાનું સેવન કરવાના ફાયદા
જે લોકોમાં કોઈપણ રીતે લોહી પડતુ હોય છે, જેમ કે હરસ, હેમરેજને કારણે, પેશાબમાં લોહી, પીરિયડ્સ દરમિયાન રક્તસ્રાવ થતો હો. તેમણે મેથીના દાણાનું સેવન કરવું જોઈએ
મેથાના દણામાં વિટામિન બી 6, વિટામિન એ, વિટામિન સી, ફોલિક એસિડ, થાઇમિન, રાયબોફ્લેવિન અને નિયાસિન વગેરે સમાયેલા હોય છે આ સાથે જ ફાયટોન્યુટ્રિએન્ટ્સ પણ હોય છે.જે શરીર માટે જરુરી તત્વો છે.જ્યારે ગોળ માં ભરપુર આયનની માત્રા હોય છે
મેથી અને દોળ પાચનતંત્રને અનેક રીતે ફાયદો કરે છે. તે પેટ અને આંતરડામાં બળતરા અને સોજોમાં રાહત આપે છે. તે પેટ અને આંતરડાના અલ્સરમાં રાહત આપે છે.તેના પાણીમાં દ્રાવ્ય તંતુ આંતરડાને શુદ્ધ કરે છે
મેથીના લાડવાનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે,આ લાડવાનું સેવન આંતરડાની શક્તિમાં વધારો કરે છે.હાડકાનો દુખાવો અને શરીરની પીડા આ લાડવાથછી મટે છે,મેથીના દાણાનું સેવ ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તેનાથી પેશાબમાં ખાંડની માત્રા ઓછી થાય છે. તેના કુદરતી ફાયબર અને મેથી ના દાણા નો ઉપયોગ ઇન્સ્યુલિન પર થવાની અસરને કારણે તે ડાયાબિટીઝમાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
મેથીના દાણાનું દરરોજ સેવન કરવાથી વેઈટ લોસ કરવામાં મોટા ફાયદા મળે છેગેસ.પેટની સમસ્યા અપચો તથા વાયુથી છૂટકારો મળએવવા માટે મેથીના દાણાનું સેવન કરવું જોઈએમેથીમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાની ગુણધર્મો છે. આ હાનિકારક એલડીએલ કોલેસ્ટરોલ ઘટાડે છે. આ કોલેસ્ટરોલ છે જે રુધિરવાહિનીઓમાં એકઠા થઈ શકે છે અને હૃદયરોગનો હુમલો લાવી શકે છે.
મેથીમાં હાજર ફાઇબર ગેલેક્ટોમોન લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવામાં પણ મદદ કરે છે.તેનો નિયમિત ઉપયોગ કરવાથી લોહીમાં ગંઠાઈ જવાની સંભાવના ઓછી થાય છે.