
કોઠા ખાવા પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, બ્લડપ્રેશરના દર્દીઓ માટે કારગાર સાબિત થાય છે કોઠા
- કોઠા અનેક વિટામીન્સ મિનરલથી ભરપુર હોય છે
- બ્લેડ પ્રેશરને નિયંત્રણમાં લાવે છે
સામાન્ય રીતે કોઠા આપણે સો કોઈ જાણીએ છે જે એક બહારથી કઠણ ફળ છે જેની અંદર ખાટ્ટો માવો હોય ચે,જો કે આ સામાન્ય દેખાતા કોઠા આપણા સ્વાસ્થય ને ઘણી રીતે ફાયદો કરે છે ખાસ કરીને જે લોકો બ્લડ પ્રેશરના દર્દીઓ છે તેમના માટે કોઠાનું સેવન ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે.
કોઠાને અંગ્રેજીમાં વુડ એપ્પલ કહેવામાં આવે છે, કોઠાં એવું જ એક ફળ છે જેનું ઝાડ વધારે મહેનત કરાવ્યા વગર આપ મેળે ફલીત થાય છે. કોઠાંના કાચા ફળમાં પાકા ફળની સરખામણીમાં વિટામિન સી અને અન્ય ફ્રૂટ એસિડની માત્રા વધારે હોય છે. તેના બીજમાં પ્રોટીન વધારે માત્રામાં હોય છે. તેના બીજમાં દરેક જરૂરી મિનરલ્સ મળી આવે છે. તેના ગરભમાં કાર્બોહાઇડ્રેટ અને ફાઈબર હોય છે. વિટામિન સી સહીત આયરન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને ઝીંક પણ તેમાં મળી આવે છે.
જાણો કોઠામાં રહેલા ઓષધિગુણો
- આ સાથે જ કોઠાં વિટામિન બી 12 સારી માત્રામાં જોવા મળે છે. તેના દ્વારા જાત-જાતના ખાદ્ય પદાર્થ તૈયાર કરવામાં આવે છે, જેવા કે જેમ, જેલી, શરબત, ચોકલેટ અને ચટણી વગેરે. બ્લડ પ્રેશરની સાથે કોલેસ્ટ્રોલ માટે કોઠા ઉત્તમ ગણવામાં આવે છે.
- તેના પાઉડરનો ઔષધિના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે.આ ફળ કોલેસ્ટ્રોલ તથા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.
- પાકેલા ફળનું શરબત શરીરના તાપમાનને નિયંત્રત કરવામાં મદદરૂપ હોય છે.કાચા ફળમાં પાકેલા ફળની સરખામણીમાં વિટામિન સી અને અન્ય ફ્રૂટ એસિડ પણ વધારે માત્રામાં હોય છે.
- કોઠાના બીજમાં પ્રોટીન વધારે માત્રામાં હોય છે. તે કાર્બોહાઇડ્રેટ અને ફાઈબર હોય છે. તેમાં વિટામિન બી1 અને બી2 પણ હોય છે.