
જીરા જેવી દેખાતી આ તીખી વસ્તુ ખાવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે,શરદીમાં રામબાણ ઈલાજ ગણાય છે
- સુવાદાણા ખાવાથી પાચનક્રીયામાં સુધારો થાય છે
- સુવાને હદ્ય માટે ગુણકારી માનવામાં આવે છે
સામાન્ય રીતે સુવાનો મુખવાસ આપણે સો કોઈએ ખાધો હશે, સુવા સ્વાદમાં થોડા કડવા અને તીખા હોય છે,જે ખૂબ જ ગુણકારી ગણાય છે, સ્ત્રીની સુવાવડમાં ખાસ સુવાદાણામાં કોપરું અને તલ મિકિસ કરીને તેને ખવડાવવામાં આવે છે, સુવા હૃદય માટે ખૂબ ગુણકારી છે, તો બીજી તરફ તેના થી પાચન શક્તિ સુધરે છે આમ તેના ઘણા ફાયદાઓ જોવા મળે છે.
જાણો સુવાના સવેન કરાવાથી થતા અનેક ફાયદાઓ
- સુવાનું સેવન કરવાથી કફ, કૃમિ, શૂળ, આફરો તથા વાયુનો નાશ થાય છે.
- સુવાનું સેવન પાચનક્રિયા સુધારવા તથા કીટાણુઓનો નાશ કરવા માટે સુવા ખૂબ જ ઉપયોગી છે.
- જ્યારે નાનાં બાળકોને પેટમાં દુઃખતું હોય ત્યારે સુવા વાટીને થોડાક પ્રમાણમાં પાણી સાથે પીવડાવતાં બાળકને રાહત થાય છે.
- સુવાનું સેવન કરવાથી વા, કફ, કૃમિ, શૂલ, કબજિયાત અને આફરા જેવી સમસ્યામાંથી છૂટકારો ણળે છે
- સુવાવડી સ્ત્રીઓમાં સુવાનું સેવન સ્ત્રીઓના માં વધારો કરે છે.
- સુવાના સેવથી અર્શ, બરોળના રોગમાં મોટા પ્રમાણમાં રાહત થાય છે
- જે લોકોને પથરી થઈ હોય તો તે પણ સુવાના ઉપયોગથી મટાડી શકાય છે. સુવાનું પાણી પીવાથી પેશાબ સાફ ઊતરે છે. મધ સાથે સુવા પીવાથી ઊલટી થતી હોય તે પણ બંધ થાઈ જાય છે.
- સુવાનું સેવન કરવાથી દુખાવામાં રાહત થાય છે.
- સુવાદાણા અડધી ચમચી અને ગોળ એક ચમચી ખુબ ચાવીને ખાવાથી ભુખ ખુબ જ લાગે છે.
- આ ચૂર્ણના ઉપયોગથી અતિસાર, પેટનો ગુલ્મ રોગ યકૃત તથા પ્લીક્ષનો વ્યાધિ, કૃમિનો દુઃખાવો, કબજિયાતમાં રાહત થાય છે.
સાહિન-