
વધારે લસણ ખાવાથી બગડી શકે છે તબિયત, જાણો એક દિવસમાં કેટલું ખાવું જોઈએ…
ભારતીય કિચનમાં લસણનું પોતાનું ખાસ મહત્વ છે. શરીરને ઘણા રોગોથી બચાવવા માટે લસણનો વધારે ને વધારે ઉપયોગ ખાવામાં કરવામાં આવે છે. પણ તમારી જાણકારી માટે તમને જણાવીએ કે લસણનું વધુ પડતું ખાવાથી શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ભારતીય ભોજન લસણ વગર અધૂરું માનવામાં આવે છે. લસણ માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતું પણ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. લસણ ઘણી બીમારીઓથી પણ બચાવવામાં મદદ કરે છે.
• લીવર માટે ખતરનાક
વધુ પડતું લસણ ખાવું લીવર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. કેમ કે કાચા લસણમાં એન્ટીઓક્સીડેન્ટની માત્રા ઘણી વધારે હોય છે. તેનું વધુ પડતું ખાવાથી લીવરમાં ઝેરી અસર થઈ શકે છે.
• ખરાબ પેટ થવું
ખાલી પેટ લસણ ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે. તમે પણ ખાલી પેટ લસણ ખાઓ તો ધ્યાન રાખો. કારણ કે તે વધારે ખાવાથી લૂઝ મોશન થઈ શકે છે.
• પેટ સંબંધિત સમસ્યાઓ
ખાલી પેટ લસણ ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે. પેટનું ફૂલવું, એસિડિટી જેવી. તેમજ જો પાચનની સમસ્યા હોય તો લસણ ખાવાનું ટાળવું જોઈએ.
• લોહીને પાતળું કરે છે
લસણ લોહીને પાતળું કરવાનું પણ કામ કરે છે. તેનાથી બ્લીડિંગની સમસ્યા વધી જાય છે. જો તમે બ્લડ થિનર લેતા હોવ તો લસણ ઓછી માત્રામાં ખાઓ.
• એલર્જી હોય શકે છે
વધુ પડતું લસણ ખાવાથી એલર્જી થઈ શકે છે. જેના કારણે સ્કિન પર ફોલ્લીઓ દેખાવા લાગે છે અને સ્કિન પણ બળવા લાગે છે.