Homeગુજરાતીગુજરાતકોલસાની અછતનું ગ્રહણ સુરતને નડ્યું, કાપડ મિલોમાં મહિનાનું દિવાળી વેકેશન

કોલસાની અછતનું ગ્રહણ સુરતને નડ્યું, કાપડ મિલોમાં મહિનાનું દિવાળી વેકેશન

સુરત : દેશમાં કોલસાની અછતને લીધે ઘણાબધા ઉદ્યોગોને પણ અસર પડી રહી છે. સુરતમાં મોટાભાગની કાપડની પ્રોસેસિંગ મિલોના રો-મટિરિયલ્સના ભાવ કોલસાની અછતને લીધે વધી ગયો છે. હવે કોલસાની અછતથી મિલોના સંચાલનમાં ભારે મુશ્કેલી પડી રહી છે.આથી  કાપડની પ્રોસેસિંગ મિલો એક મહિના સુધી બંધ રહેશે. કોલસા સહિતના કાચા માલની અછતથી તોતિંગ ભાવ વધારો ઝીંકાયો છે. જેથી એક નવેમ્બરથી 30 નવેમ્બર સુધી મિલો બંધ રાખવાનો સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિયેશને નિર્ણયો કર્યો છે. સાથે જ પ્રોસેસિંગ જોબ ચાર્જમાં પણ 10થી 20 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. કલર, કેમિકલ કોલ્ટિક સોડા, એસિટીક એસિડ, સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ સહિતના મટીરીયલ્સના ભાવમાં વધારો થયો છે. જેમાં ખાસ કરીને કોલસાની તંગી થી સમસ્યા વધી ગઈ છે. જેથી પ્રથમવાર દિવાળી વેકેશન એક મહિનાનો રાખવાનો નિર્ણય કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રો-મટીરીયલના ભાવમાં વધારો થવા લાગતા સુરત શહેરની મિલો બંધ થવા લાગી છે. શહેરમાં મિલો ચલાવવા માટેનો મોટો ઉપાય પ્રોસેસિંગના જોબ ચાર્જમાં ભાવ વધારો હોય તો જ મિલો હાલની મોંઘવારીમાં ચાલી શકે તેમ છે. શહેરમાં મિલ ચલાવવા માટે કોલસો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચીનમાં ક્રાઇસીસના કારણે ઇન્ડોનેશિયાથી આવતા કોલસાના ભાવો પણ આસમાને પહોંચ્યા છે. કોલસાનો 1 ટનનો ભાવ 5 હજારથી 14 હજાર પર પહોંચી ગયો છે. ત્યારે કલર, કેમિકલ કોલ્ટિક સોડા, એસિટીક એસિડ, સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ સહિતના મટિરિયલ્સના ભાવમાં વધારો થયો છે. આવી જ રીતે ભાવો વધતા જશે તો હાલ લેવાતા પ્રોસેસિંગના જોબ ચાર્જના લીધે શહેરમાં ચાલતી મિલો બંધ કરવાના આરે આવી જશે એવું નિષ્ણાતો માની રહ્યાં છે. મોંઘવારીની સાથે સાથે મિલોને પણ ટકાવી રાખવા માટે પ્રોસેસિંગના જોબ ચાર્જમાં વધારો કરવો એ આવશ્યક છે.

સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા તમામ પ્રોસેસર્સોએ જોબ ચાર્જમાં ભાવ વધારો કરવો જોઇએ  તે માટે સહમતિ આપી છે. જેથી શહેરની મિલોમાં હાલ ચાલી રહેલ ભાવો કરતા 20 ટકા સુધી ભાવોમાં વધારો કરી જોબ ચાર્જ માટેનો ભાવ વધારો અમલમાં મૂકવામાં આવ્યો છે. ઉપરાંત પ્રથમવાર દિવાળી વેકેશન એક મહિનાનો રાખવા નિર્ણય કર્યો છે. 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી શહેરની મિલો પણ બંધ રહેશે.

સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશનના સૂત્રોએ  જણાવ્યું હતું કે, મિલોને ચલાવવા માટે મહત્વ ભાગ એવો કોલસો અને અન્ય કેમિકલના ભાવોમાં વધારો થવા લાગતા જો હવેના સમયમાં મિલો ચલાવવી હોય તો જોબ ચાર્જમાં ભાવ વધારા સિવાય બીજો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. જો ભાવ વધારો કરાય તો મિલોને તાળા લાગી શકે છે. જેથી જોબ ચાર્જમાં ભાવ વધારો કરવો અનિવાર્ય છે સાથે એક મહિના સુધી 400 મિલો બંધ રાખવા નિર્ણય કરાયો છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img