Homeગુજરાતીઆપના નેતા પર ફરી ઈડીની કાર્યવાહી - દિલ્હીમાં આપના સાંસદ સંજયસિંહના ઘરે...

આપના નેતા પર ફરી ઈડીની કાર્યવાહી – દિલ્હીમાં આપના સાંસદ સંજયસિંહના ઘરે ઈડીના દરોડા

દિલ્હીઃ દેશભરની પાર્ટી પર હાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ દ્રારા સત કાર્યવાહી કરવામાં ાવી રહી છે ત્યારે હવે રાજઘાની દિલ્હીમાં આપના નેતા પણ ઈડીની રડાર પર જોવા મળઅયા છે આજરોજ બુધવારની સવારે ઈડી દ્રારાદિલ્હીમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે EDના દરોડા ચાલુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે બુધવારે સવારે જ EDની ટીમ સંજય સિંહના ઘરે પહોંચી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે દિલ્હી શરાબ કૌભાંડ કેસની તપાસ માટે EDની ટીમ સવારે 7 વાગે સંજય સિંહના ઘરે પહોંચી અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

ઉલ્લેખનીય છે  કે દારૂ કૌભાંડમાં ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્ટ શીટમાં સંજય સિંહનું નામ 3 જગ્યાએ છે. જો કે, હજી સુધી આ અંગે ED તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી અને એજન્સીએ કોઈ માહિતી આપી નથી કે આ દરોડા કયા કેસમાં ચાલી રહ્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular