1. Home
  2. ગુજરાતી
  3. સાઉથ સુપર સ્ટાર પુનિથ રાજકુમારનું હાર્ટએટેકથી નિધન, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં શોક
સાઉથ સુપર સ્ટાર પુનિથ રાજકુમારનું હાર્ટએટેકથી નિધન, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં શોક

સાઉથ સુપર સ્ટાર પુનિથ રાજકુમારનું હાર્ટએટેકથી નિધન, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં શોક

0
Social Share
  • સાઉથના સુપરસ્ટાર પુનિથ રાજકુમારનું હાર્ટએટેકથી નિધન
  • અભિનેતાની અણધારી વિદાયથી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ
  • તેણે 29 કન્નડ ફિલ્મમમાં કામ કર્યું હતું

નવી દિલ્હી: સાઉથના સુપરસ્ટાર પુનિથ રાજકુમારનું હાર્ટ એટેકેના કારણે નિધન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તેને હાર્ટ એટેક આવતા બેંગ્લુરુની વિક્રમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમિયાન તેનું નિધન થયું હતું. સાઉથના સુપરસ્ટારે 46 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધી છે. અભિનેતાની અણધારી વિદાયથી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

29 ઑક્ટોબરના રોજ પુનિથ રાજકુમારને હૃદયરોગનો હુમલો થતા તેમને બેંગ્લુરુની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.

તે અભિનેતા રાજકુમાર અને પવર્તમ્માનો પુત્ર છે. તેણે 29થી વધુ કન્નડ ફિલ્મોમાં પોતાના અભિનયનો પરચો આપ્યો છે.

આપને જણાવી દઇએ કે તેણે બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને વર્ષ 1985માં બેટ્ટાડા હૂવુમાં તેના અભિનય માટે શ્રેષ્ઠ બાળ કલાકારનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ જીત્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code