Site icon Revoi.in

કબજો કરેલી જમીન ઉપર પઢવામાં આવેલી નામજ ખુદા પણ કબુલ કરતા નથીઃ શંકરાચાર્યજી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી

Social Share

મુંબઈઃ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીએ મંદિર-મસ્જિદ વિવાદને લઈને જણાવ્યું હતું કે, ઈસ્લામ ધર્મમાં માનનારા લોકો ઈચ્છી રહ્યાં છે કે, સત્ય સામે આવે. જે લોકો આનો વિરોધ કરી રહ્યાં છે તે ઈસ્લામને રાજકીય દ્રષ્ટીથી જોવો છે. તેમણે કહ્યું કે, ખુદા પણ એ નમાજ કબુલ નથી કરતા જે કબ્જા કરેલી જમીન ઉપર પઢવામાં આવી હોય. તેમણે આરએસએસના વડા મોહન ભાગવત ઉપર પણ આકરા પ્રહાર કર્યાં હતા.

તેમણે કહ્યું કે, જ્યારે ખબર પડી કે મંદિર તોડીને મંદિર બનાવાયાં છે અને અમારી સાથે અત્યાચાર થયો છે, આ જાણીને દુખ થયું છે. મુસ્લિમોને પણ આનું દુખ થતું હતું. જ્યારે તેમને ખબર પડતી હશે કે અમારા પૂર્વજોએ અત્યાચાર ગુજાર્યો હતો. તેઓ પણ ઈચ્છતા હશે કે સચ્ચાઈ બધાની સામે આવે.  તેમણે વધુમાં કહ્યું કે, અમારી કેટલાક મુસ્લિમો સાથે વાત થઈ છે તેઓ પણ ઈચ્છે છે કે, સ્પષ્ટતા થવી જોઈએ. આમ હકીકત સામે આવે તેમાં ઈસ્લામમાં માનનારાઓને સમસ્યા નથી. પરંતુ ઇસ્લામના નામે રાજકીરણ કરનારાઓને સમસ્યાઓ છે. તેમણએ કહ્યું કે, સચ્ચાઈ ક્યારેય છુપાતી નથી. જેથી હકીકત જાણવા માટે કેટલાક પ્રયાસો થઈ રહ્યાં છે તો કેટલાક લોકોને શુ સમસ્યા થઈ રહી છે તે અમને સમજાતું નથી.