Site icon Revoi.in

GST ઘટ્યો છતાં ટેક્સ ગેરરીતિ અટકતી નથી, ગુજરાતમાં એક મહિનામાં 32.40 કરોડની ચોરી પકડાઈ

Social Share

અમદાવાદઃ દિવાળી પહેલા કેન્દ્ર સરકારે જીએસટીના દરમાં ઘટાડો કર્યો હોવા છતાંય જીએસટીની ટેક્સચોરીમાં ઘટાડો થયો નથી. સરકારને નવેમ્બરમાં જીએસટીની ટેકસ આવકમાં ઘટાડો થયો છે. જો કે ગુજરાત સરકારની નવેમ્બરની જીએસટી આવક 6723 કરોડ થઈ હતી.જે ગત વર્ષનાં નવેમ્બર કરતા એક ટકો વધુ છે. જોકે, મહત્વની બાબત એ છે કે, નવેમ્બરમાં જીએસટી વિભાગે રેડ પાડીને રૂપિયા 32.40 કરોડની ટેકસ ચોરી પકડી હતી. જીએસટીમાં ઘટાડો થવા છતાં ટેકસ ચોરી વધી છે.

ગુજરાત સરકારને નવેમ્બર-2025 સુધીમાં જીએસટી હેઠળ રૂા. 52,390 કરોડની આવક થઈ હતી.જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક રૂા. 48,085 કરોડ કરતા 9% વધુ છે. નવેમ્બર-2025માં ગુજરાત રાજયને જીએસટી હેઠળ રૂા.6,723 કરોડની આવક થઈ છે જે નવેમ્બર-2024માં થયેલ આવક રૂા. 6,655 કરોડ કરતા 1% વધુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવેમ્બર-2025માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 0.7% રહેલ છે.

ગુજરાતને નવેમ્બર-2025માં વેટ હેઠળ રૂા. 2,707 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ રૂા. 1025 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂા. 14 કરોડની આવક થઈ છે. આમ રાજય કર વિભાગને જીએસટી વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય  વેરા થકી કુલ રૂા. 10,469 કરોડની આવક થયેલ છે. નવેમ્બર-2025માં મોબાઇલ સ્કવોડ દ્વારા અન્વેષણની કામગીરી થકી રૂા. 32.40 કરોડની આવક થયેલ જે ગત વર્ષના સમાન માસ દરમ્યાન થયેલ રૂા.20.03 કરોડ સામે 61.7% વધારે છે.

 

Exit mobile version