તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના શિવકાશીમાં મંગળવાર સવારે ફટાકડાની ફેક્ટરીમાં એક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 5 શ્રમિકોના મોત થયા છે અને આ અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને બચાવી લેવામાં આવ્યા હતા. ઘાયલોને સારવાર માટે વિરુધુનગર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા
વિરુધુનગર જિલ્લાના SP કન્નને કહ્યું હતું કે, શિવકાશી નજીક ચિન્નાકમનપટ્ટી ગામમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. અકસ્માત પછી ફેક્ટરીમાંથી ધુમાડો દૂર દૂર સુધી જોવા મળ્યો હતો અને અંદરથી ફટાકડા ફૂટવાના અવાજો સાંભળવા મળ્યા હતા. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.