1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીમાં કડકડતી ઠંડીનો માહોલ  – હવામાન વિભાગે આજના દિવસને ‘કોલ્ડ ડે’ જાહેર કર્યો
દિલ્હીમાં કડકડતી ઠંડીનો માહોલ  – હવામાન વિભાગે આજના દિવસને ‘કોલ્ડ ડે’ જાહેર કર્યો

દિલ્હીમાં કડકડતી ઠંડીનો માહોલ  – હવામાન વિભાગે આજના દિવસને ‘કોલ્ડ ડે’ જાહેર કર્યો

0
Social Share
  • દિલ્હીમાં ઠંડીનો માહોલ જામન્યો
  • કડકડતી ઠંડી વચ્ચે આજે સૌથી કોલ્ડ વેવનો અનુભવ
  • હવામાન વિભઆગે કોલ્ડ ડે જાહેર કર્યો

 

દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી ઉત્તરભારતમાં હિમવર્ષાના કારણે આજૂબાજૂના વિસ્તારોમાં પણ ઠંડીનું જોર વધ્યું છે,ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીએ માજા મૂકી છે,હવે જાન્યુઆરીના અંતેને થોડા જ દિવસો બાકી છે ત્યારે ઠંડીની સ્થિતિ એવી છે કે લોકો ત્રાહીત્રામ પુકારી ઉઠ્યા છે

આજે સવારથી જ દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે અને બર્ફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સવારથી દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસની આગાહી કરાઈ હતી જે સાચી ઠરી છે. તે જ સમયે, દિલ્હી-એનસીઆરના વિસ્તારોમાં આજે એટલે કે 26 જાન્યુઆરીએ કોલ્ડ ડે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આજથી ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા પહેલાથી જ કોલ્ડ ડે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. જોકે, સવારે ધુમ્મસ બાદ આકાશ સ્વચ્છ રહેવાની ધારણા છે. દિલ્હીના હવામાનની અસર એનસીઆર અને અન્ય નજીકના વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે.

આ ઉપરાંત ચંદીગઢમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. તાપમાનનો પારો 10 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે. દેહરાદૂનમાં લઘુત્તમ તાપમાન પણ 8 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.

દિલ્હી સિવાય ભારતના અન્ય રાજ્યોની વાત કરીએ તો ત્યાં પણ ઠંડીથી રાહત મળી નથી. રાજસ્થાનના જયપુરમાં બુધવારે મહત્તમ તાપમાન 20 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 7 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે.આમ જોવા જઈએ તો દેશના રાજ્યો પંજાબ, ઉત્તરપ્રદેશ,ઉત્તરાખઁડમાં ઠંડીનું પ્રમાણ છોડા દિવસો સુધી વધુ રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે.દેશના આ રાજ્યોમાં આગામી દિવસો સુધી ઠંડીનુિં જોર યથાવત રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code