
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હવાઈ માર્ગે ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. બે દિવસના રાજ્યના પ્રવાસે આવેલા અમિત શાહે શનિવારે કચ્છમાં વિવિધ યોજનાઓનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું હતું. ગાંધીધામમાં કંડલા ઈફ્કોના નેનો ડીપીએ પ્લાન્ટનું ભૂજન કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, નેનો ડીપીએના કારણે ખેડૂતોની જમીનને બિલકુલ નુકશાન નહીં થાય. બીજી તરફ દેશના ખેડૂતો વધારે સમૃદ્ધ બનવાની સાથે દેશને ફાયદો થશે અને આગામી દિવસોમાં ઘઉં-ચોખા વિદેશથી આયાત કરવાની જરુર નહીં પડે.
ગાંધીનગર વિસ્તારના 85 કરોડના વિકાસ કામોનું કેન્દ્રિય મંત્રી અમિત શાહ લોકાપર્ણ કરશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશના ખેડૂતો પ્રકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે અને ભારત દુનિયાને પ્રાકૃતિક ખેતીનો રસ્તો બચાવશે. નેનો ડીપીએ પ્લાન્ટના કારણે આગામી દિવસોમાં વિવિધ પેદાશોનું નિકાસનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. નેનો ડીએપી છોડના ઉપરના પરત સુધી જ સિમિત રહે છે અને છોડના મૂળીયા સુધી ઉતરતુ નથી. જેના કારણે ખેડૂતોની જમીનને નુકશાન થશે નહીં, બીજી તરફ સારી ઉપજ પણ મળશે. એટલું જ નહીં પાણીનું પ્રદુષિત ઘટવાને કારણે પાણીની બચત થશે. દેશના ખેડૂતો સમૃદ્ધ બને અને તેમની ઉપજની સારી રકમ મળી રહે તે માટે મોદી સરકાર કામગીરી કરી રહી છે.
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા અમિત શાહ આવતીકાલે રવિવારે ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનો શુભારંભ કરાવશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ શનિવારે બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે શાહ તેમના મત વિસ્તારમાં વિકાસના કામોનું લોકાર્પણ કરશે. જેમાં ગાંધીનગર શહેરી વિકાસ મંડળના વિસ્તારમાં 85 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.. જેમાં વાવોલ ગામની ટીપી સ્કીમ – 13ના પ્લોટ નંબર 319 અને 309 ખાતે પ્રઘાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ કરવામાં આવેલા EWS – 2 પ્રકારના અદ્યતન સુવિધાવાળા રૂપિયા 68 કરોડથી વઘુના ખર્ચે તૈયાર થયેલા 792 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.