Site icon Revoi.in

ફિરોઝપુરમાં ટ્રક અને પિકઅપ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત, 9 લોકોના મોત

Social Share

ફિરોઝપુરઃ શુક્રવારે પંજાબના ફિરોઝપુરમાં ગુરુ હર સહાય-ફિરોઝપુર રોડ પર ગોલુ કા મોર નજીક રસ્તાની વચ્ચે ઉભેલા ટ્રક સાથે પિક-અપ વાહન અથડાતાં નવ લોકોના મોત થયાનું જાણવા મળે છે અને 15 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, પિકઅપ વાહનમાં લગભગ 25 થી 30 લોકો મુસાફરી કરી રહ્યા હતા. પિકઅપમાં બેઠેલા લોકો વેઈટર હોવાનું કહેવાય છે અને તેઓ લગ્ન સમારંભમાં જઈ રહ્યા હતા. આ અકસ્માત ગુરુ હર સહાય વિધાનસભા મતવિસ્તારના ગોલુ કા મોડ પાસે થયો હતો. પોલીસે જણાવ્યું કે ટ્રક રસ્તાની પાસે પાર્ક કરેલી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને અકસ્માતની તપાસ શરૂ કરી છે.