અમદાવાદ, 24 ફેબ્રુઆરી 2026: શહેરના વેજલપુર વિસ્તારમાં બકેરી સિટી નજીક આવેલા કૃષ્ણનગર રો-હાઉસના એક મકાનમાં મધરાત બાદ કોઈ કારણસર એકાએક આગ ફાટી નીકળતા ઘરમાં હાજર પાંચ લોકોમાંથી પિતા-પુત્રના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ લોકો બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. ગોહેલ પરિવારના સભ્યો રાત્રીના ભરનિદ્રામાં હતા ત્યારે જ સાડા ત્રણ વાગ્યાના અરસામાં આગ ફાટી નીકળી હતી. જેના કારણે ત્રણ લોકો બહાર નીકળી ગયા હતા પરંતુ, પિતા અને 9 વર્ષીય પુત્રી ઘરમાં જ ભડથું થઈ ગયા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના વેજલપુર વિસ્તારમાં બકેરી સિટી નજીક આવેલા કૃષ્ણનગર રો-હાઉસના એક મકાનમાં ગઈ મોડી રાત્રે લાગેલી આગે ગંભીર સ્વરૂપ ધારણ કરતા પાંચ લોકોમાંથી પિતા-પુત્રનાં મોત નીપજ્યાં છે, જ્યારે ત્રણ લોકો બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો છે. ગોહેલ પરિવારના સભ્યો રાત્રિના ભરનિદ્રામાં હતા ત્યારે જ સાડાત્રણ વાગ્યાના અરસામાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે ત્રણ લોકો બહાર નીકળી ગયા હતા, પરંતુ પિતા અને 9 વર્ષીય પુત્ર ઘરમાં જ ભડથું થઈ ગયા હતા. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા. અને આગને કાબુમાં લીધી હતી.
મૃતક ધ્રુવભાઈ ગોહેલનાં પત્ની મિતલબેને જણાવ્યું હતું કે મારા પતિ અને મારો નવ વર્ષીય દીકરો શાશ્વત અને હું એક રૂમમા સૂતાં હતાં અને મારા સાસુ તથા મારી દીકરી ધૂમી અમારી બાજુના રૂમમા સૂતા હતા. ત્યાર બાદ રાત્રિના આશરે સાડાત્રણ વાગ્યાની આસપાસ અચાનક ગૂંગણામણ થવા લાગી અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી, જેથી હું જાગી ગઈ હતી. પતિ (ધ્રુવભાઈ)ને જગાડવાનો પ્રયત્ન કરેલો, પણ ભાનમા ન આવેલા અને રાત્રિના અંધારાના કારણે કંઈ દેખાતું ન હતું. વધારે પડતા ધુમાડાના લીધે ગૂંગળામણ થવાને કારણે તેમના પતિને અમારા રૂમમાંથી ઘસડીને સાસુના રૂમમા લઇ ગયા હતા, પણ વધારે ધુમાડાના કારણે તેમનો દીકરો શાશ્વત દેખાયો નહિ અને વધારે ગૂંગણામણ થવાથી તેઓ બહાર ગેલરીમાં જતાં રહ્યાં હતાં. તેમનાં સાસુ તથા દીકરી હાજર હતાં. ત્યાર બાદ અમે ત્રણેય જણા અમારી બાલ્કનીમાંથી અમારા પાડોશીના મકાનમાંથી બહાર સોસાયટીમાં નીચે ઊતરી ગયાં હતાં. તેમના ઘરમાં નીચેના હોલમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું જણાયું હતું, જેથી ત્યાં હાજર કોઇએ ફાયરબ્રિગેડ તેમજ 108માં ફોન કર્યો હતો. શરીરે આગ લાગવાથી સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલા, જ્યાં મારી સારવાર ચાલુ છે અને મારા પતિ તથા મારા દીકરા શાશ્વતને પણ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલાં હતાં. જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોએ આગ જોઈને તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રેસ્ક્યુ કામગીરી દરમિયાન ટીમે ઘરની અંદર ફસાયેલા એક વૃદ્ધા અને એક બાળકને અત્યંત ગંભીર હાલતમાં બહાર કાઢ્યા હતા. બંનેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે,

