
ગેસ અને એસિડિટી માટે ઘરગથ્થુ ઉપચાર છે આ વરીયાળી જે કબજિયાતમાં પણ રાહત આપે છે
વરીયાળી એક સુગંધિત મસાલો છે જે ભારત રસોઈમાં સરળતાથી મળી જાય છે .ભારતમાં જમ્યા બાદ વરીયાળી ખાાવાનું વલણ છે, કેમ કે મોઢાને તાજું કરવાનું કામ કરે છે. શું તમે જાણો છો લોકો વરીયાળીનો ઉપયોગ એસિડિટીના પ્રભાવ માટે કરે છે, વરીયાળીના બીજ ખનીજોથી ભરપુર હોય છે, વિટામિન અવે પોષકતત્વો જેવા કે મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, જિંક, કૈલ્શિયમ, વિટામિન એ, વિટામિન સી. જે ડાઈજેશન ડિશઓર્ડર્સ માટે પ્રાકૃતિક ઉપચાર માટે જાણીતું છે. એસિડિટી માટે ઘણાબધા પ્રકારે વરીયાળીને તમારા દિનચર્યામાં સમાવેશ કરી શકો છો. વરીયાળીના બીજ તમારા પાચન તંત્રને લાભ પહોંચાડે છે, અને ગૈસ્ટ્રિક સમસ્યાઓનો સામનો કરવા મદદ કરે છે.
ગૈસ્ટ્રિક ગ્રંથિઓ દ્વારા એસિડના વધારે સ્ત્રાવ એસિડિટીનું કારણ બને છે. એસિડિટીના કારણે ગૈસ, પેટનો દુખાવો અને પેટ ફૂલી જવું, જેવી મુશ્કેલીઓ થાય છે. એસિડિટી માટે વરીયાળીના બીજ સેવન કરવાથી આ મુશ્કેલીઓથી રાહત આપે છે.
વરીયાળીમાં અનેથોલ નામક પેટ માટે અત્યંત સુખદાયક એજન્ટ તરીકે કામ કરે છે. વરીયાળીના એંટી-અલ્સર ગુણ પેટના સ્તરને ઠંડુ પાડે છે, અને કબજિયાત માટે કામ કરે છે. ફઈબરની સાથે મિનરલ્સ, વિટામિન અને પોષક તત્વ વરીયાળીના બીજથી એસિડિટી જેવી બીમારીઓ માટે સારી સારવાર બનાવે છે.
ગર્ભવતી સ્ત્રીઓ માટે વરીયાળી સૌથી સુરક્ષીત ઉપાય માનવામાં આવે છે. સ્ત્રીઓમાં પેટ સબંધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને એસિડિટી એમાની એક સમસ્યા છે. વરીયાળીના બીજને ઉકાળાની રીતે એટલે કે પાણીમાં પલાળી સેવન કરવાથી મદદ મળે છે.