આંકડાના પાનથી અનેક પ્રકારનો દુખાવો થાય છે દૂર જાણો તેના સ્વાસ્થ્ય લક્ષી ઘણા ફાયદાઓ વિશે
આંકડો એક ઓષધિ વન્સતપિ તરીકે ઓળખાય છે, તેના પાન ફુલ અનેક રીતે ઉપયોગી થાય છે. આંકડાના બે પ્રકાર જોવા મળએ છે જેમાં એકમાં સફેદ ફુલ આવે છે જ્યારે બિઝામાં આછા જાંબલી રંગના ફૂલ જોવા મળે છે,ઘાર્મિક રીતે પણ આંકડાના ફૂલોનું ઘુ મહત્વ છે, ભગવાન હનુમાનને આ ફૂલ ચઢાવવામાં આવે છે તો આજ રીતે તેના પાન આરોગ્ય માટે પણ ઉપયોગી છે.
આંકડાના પાનના અનેક ઉયપોગો
- આંકડાના પાનને બાળીને તેને સોજા પર લગાવવાની સોજાઓ દૂર થાય છે, અને દુખાવામાં રાહત થાય છે.
- આંકડાના પાન પર તેલ લગાવીને તવીમાં શેકીને તેને માથા પર બાંધી દેવાથી માથાના દુખાવામાં ચોક્કસ રાહત થાય છે.
- જ્યારે કોઈ ઝેરી જીવજંતુ કરડી જાય ત્યારે આંકડાનું મૂળ લગાવવાથી ઝેર ચડતું નછી, કોઈ પણ ઝેરી જંતુ માટે આંકડાનું મૂળ ખૂબ ગુણકારી સાબિત થાય છે.
- આકંડાના મુળને સુકવીને તેનો પાવડર બનાવી તેમાં મરી મિક્સ કરી નાની નાની ગોળી બનાવી તેનું સેવન કરવાથી ખાસી જળમૂળમાંથી દૂર થાય છે.
- આંકડાના પાનને બાળીને તેમાં કડુઆનું તેલ મિક્સ કરીવને ખંજવાળ પર લગાવવાથી ખંજવાર દૂર થાય છે.
- નખમાં ખતા રોગો માટે આંકડાના મૂળને પાણીમાં ઘસીને લગાવવાથી ફાયદો થાય છે.
- આંકડાનું દુધ માથા પર લગાવવાથી પણ માથાના દૂખાવામાં આરમા મળે છે.
- ત્વચા માટે પણ આંકડો ઉપયોગી છે, આંકડાના બે ચમચી દૂધમાં ત્રણ ગ્રામ હળદર પાવડર અને ગુલાબજળ સારી રીતે મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો, તે ત્વચાને મુલાયમ બનાવે છે.
- કાનમાં આંકડાના પાનનો રસ નાખવાથી કાનમાં રસી, દુખાવો કાનમાં ધાક પડી ગઈ હોય જેવી કાનથી સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
- દાંત માટે પણ આંકડો ગુણકારી છે,આંકડાના દૂધમાં રૂ પલાળીને ઘીમાં સારી રીતે મિક્સ કરો અને પછી રૂને દાઢ પર મૂકી દો. આનાથી દાંત અથવા દાઢના દુખાવામાં તરત જ રાહત મળે છે.
tags:
health