
ત્વચા માટે વરદાનથી ઓછું નથી અંજીરનું પાણી, જાણો ફાયદા
તમે રોજ રાતે આ ખાસ વસ્તુ તમારા ફેસ પર લગાવશો તો તમને એક અઠવાડિયામાં ફરક દેખાશે અને તમારો ચહેરો ચમકદાર બની જશે. તમે પણ તમારા ચહેરા પરથી પિમ્પલ્સ અને ડાઘ-ધબ્બા દૂર કરવા માંગો છો, તો આ વસ્તુઓનો ઉપયોગ જરૂર કરો.
જો તમે પણ તમારા ચહેરાને ચમકદાર અને સુંદર બનાવવા માટે પરેશાન છો, તો તમે અંજીરના પાણીનો ઉપયોગ કરી શકો છો. અંજીર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવા સાથે સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
2 થી 3 અંજીરને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠ્યા પછી અંજીરનું પાણી સ્પ્રે બોટલમાં ભરી લો. હવે આ પાણીને તમારા ચહેરા પર સ્પ્રે કરો. હવે કોટન બોલની મદદથી અંજીરના પાણીને આખા ચહેરા પર સારી રીતે ફેલાવો. આ પાણીને તમે ગરદન પર પણ લગાવી શકો છો.
તમારા ચહેરા પર અંજીરનું પાણી 10 થી 15 મિનિટ સુધી લગાવો. ત્યાર બાદ સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો. અંજીરના પાણીનો ઉપયોગ કરતા પહેલા, પેચ ટેસ્ટ કરો, કારણ કે કેટલાક લોકોને ફોલ્લીઓ થઈ શકે છે.