1. Home
  2. ગુજરાતી
  3. રોજિંદા વપરાશમાં મીઠું કેટલા પ્રમાણમાં યોગ્ય છે,જાણો તેનું ઓછું સેવન કરવાના ફાયદા
રોજિંદા વપરાશમાં મીઠું કેટલા પ્રમાણમાં યોગ્ય છે,જાણો તેનું ઓછું સેવન કરવાના ફાયદા

રોજિંદા વપરાશમાં મીઠું કેટલા પ્રમાણમાં યોગ્ય છે,જાણો તેનું ઓછું સેવન કરવાના ફાયદા

0
Social Share
  • મીઠું કેટલા પ્રમાણમાં વાપરવું જોઈએ?
  • જાણો તેના વિશે મહત્વની જાણકારી
  • મીઠુંનું ઓછું સેવન કરવાના છે અનેક ફાયદા

મીઠું આમ તો નામ છે મીઠું પણ હોય છે સ્વાદમાં ખારુ. છત્તા પણ કેટલીક વાનગીમાં જો તેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો તે વાનગીને વધારે સ્વાદિષ્ટ બનાવે છે. કેટલીક બીમારીઓમાં મીઠું યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે તેવી સલાહ આપવામાં આવે છે. પ્રોસેસ્ડ ફૂડ, પેકેજ્ડ ચિપ્સ અને ખારા, ફ્રોઝન ફૂડમાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. વધુ માત્રામાં મીઠાનું સેવન કરવાથી કિડનીના રોગો, હાઈ બ્લડ પ્રેશર, હ્રદયના રોગો અને શરીરમાં સોજા વધવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

મોટાભાગે લોકોને એ વાતનો ખ્યાલ પણ નથી હોતો કે ખોરાક લેતી વખતે તેઓ અજાણતામાં વધુ પડતું મીઠું ખાઈ લે છે અને તેના કારણે તેમના શરીરમાં સોડિયમની માત્રા વધી જાય છે. રોજિંદા ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઓછું રાખવા અને મીઠું ઓછું લેવા માટે થોડી સમજણ સાથે કેટલાક સરળ ઉપાયો અપનાવી શકાય છે.

મીઠું ખાવાનો સ્વાદ વધારે છે અને તેથી જ જ્યારે મીઠું ઓછું ઉમેરવામાં આવે અથવા મીઠું બિલકુલ ન હોય તો ભોજન બેસ્વાદ બની જાય છે. જો કે, ખાદ્યપદાર્થોને સ્વાદિષ્ટ બનાવવા માટે મીઠા ઉપરાંત વિવિધ પ્રકારની વનસ્પતિ અને મસાલા ઉમેરી શકાય છે. ધીમે ધીમે આહારમાં મીઠાનું પ્રમાણ ઘટાડવું. તેનાથી તમને ઓછા મીઠાવાળા ભોજનનો સ્વાદ અપનાવવામાં પણ મદદ મળશે અને ધીમે ધીમે વધુ મીઠું ખાવાની આદત પણ છોડવામાં આવશે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. પણ મીઠુંનું ઉપયોગ કેટલા પ્રમાણમાં સેવન કરવું તેના માટે નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code