Site icon Revoi.in

અમદાવાદના મોટેરા વિસ્તારમાં દુકાન બહાર પડેલા ગેસના સિલિન્ડરમાં લાગી આગ

Social Share

અમદાવાદઃ શહેરમાં મોટેરા વિસ્તારમાં આવેલા મોદી સ્ટેડિયમ નજીક એક દુકાનની બહાર રખાયેલા ગેસના સિલિન્ડરમાં આગ લાગતા આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ આગ કાબુમાં ન આવતા પોયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી, ફાયરબ્રિગેડના જવાનોએ દોડી આવીને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. સ્ટેડિયન નજીકની એક દુકાન બહાર આગનો હનાવ બન્યો હોવાથી પોલીસ પણ દોડી આવી હતી.

શહેરના મોટરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સાંજે IPL 2025ની ફાઇનલ મેચ રમાવવાની છે, ત્યારે આજે સવારે 10.35ની આસપાસ મોદી સ્ટેડિયમની સામે જ આવેલી એક દુકાનની બહાર ગેસના બાટલામાં આગ લાગી હતી. બાટલામાં આગ લાગતા તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકોએ આગ બુજાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આગ કાબુમાં ન આવતા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે,  શહેરના મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સામે આજે સવારે ગેસના બાટલામાં આગ લાગવાની ઘટના બની હતી. તાત્કાલિક ધોરણે દુકાનની બહાર ફૂટપાથ ઉપર ગેસનો બાટલો મૂકવામાં આવ્યો હતો, જેના કારણે આગ લાગવાની ઘટના બની હતી. સ્થાનિક લોકોએ ગેસના બાટલામાં લાગેલી આગને બુજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આગ પાણીના મારા વિના બુઝાઈ શકે તેમ ન હોવાથી ફાયર બ્રિગેડની ટીમને બોલાવી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPL ફાઇનલ મેચ રમાવાની છે, ત્યારે મોટી સંખ્યામાં દર્શકો મેચ જોવા આવવાના છે. સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં ખાણીપીણી વાળા ગેસના બાટલા લઈને ઉભા રહેતા હોય છે, ત્યારે આગ લાગવાનો સામાન્ય બનાવ બન્યો હતો.