Site icon Revoi.in

સુરતના વેસુ વિસ્તારમાં હાઈરાઈઝ ફ્લેટ્સના 8માં માળે લાગી આગ

Social Share

સુરતઃ શહેરમાં વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમા માળે આગ લાગી હતી અને જોતજોતામાં આગે ત્રણ ફ્લોરને લપેટમાં લીધા હતા. આગની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આગ લાગી તે બિલ્ડિંગની સામે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવાસ હોવાથી હર્ષ સંઘવી પણ દોડી આવ્યા હતા. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગને લીધે કોઈ જાનહાની થઈ નથી. ફાયરના જવાનોએ 18 લોકોને રેસ્ક્યુ કર્યા હતા.

શહેરના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમા માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ છે કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.  આઠમાં માળે સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતા અચાનક બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આગે વિકરાળ રૂપ ધારણ કરતા બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ફાયરના જવાનોએ જહેમત ઉઠાવતા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આગને બુઝાવવાની કામગીરી સમયે એક ફાયર જવાનનો હાથ દાઝ્યો હતો. આ દુર્ઘટનામાં 18 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આઠમા માળે સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતા અચાનક બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ ફાટી નીકળી હતી. જ્યારે નવમા માળે ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું. ત્યાં લાકડાં, પીઓપી, પ્લાયવૂડ અને ફાઇબર સામગ્રી મૂકવામાં આવી હતી. જેના કારણે આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. આગ નવમા માળેથી 10 અને 11માં માળ સુધી આગ લાગી હતી.

ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, સવારે 7.56 વાગ્યે ફાયર વિભાગને કોલ મળ્યો હતો. માન દરવાજા અને વેસુ બાજુથી એમ ત્રણ દરવાજાથી ફાયરની ગાડીઓ મોકલી હતી. વુડન ફ્લોરિંગ, સોફાને કારણે આગ 9માં ફ્લોર સુધી પહોંચી હતી. જ્યાંથી આગ ઉપર સુધી ગઈ હતી. આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ હોય શકે છે. જો કે તપાસ બાદ જ સાચું કારણ જાણવા મળી શકશે. કોઈ જાનહાનિ થઈ નથી. 18-20 લોકો ફસાયા હતા તેને બચાવી લેવામાં આવ્યા છે. બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી પણ કાર્યરત છે. શરૂઆતમાં એનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Exit mobile version