1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ગરબા સ્થળે ફાયર બ્રિગેડના સાધનો ફરજિયાત રાખવા પડશે, AMCએ બનાવ્યાં નિયમો
અમદાવાદમાં ગરબા સ્થળે ફાયર બ્રિગેડના સાધનો ફરજિયાત રાખવા પડશે, AMCએ બનાવ્યાં નિયમો

અમદાવાદમાં ગરબા સ્થળે ફાયર બ્રિગેડના સાધનો ફરજિયાત રાખવા પડશે, AMCએ બનાવ્યાં નિયમો

0
Social Share

અમદાવાદઃ શહેરમાં રવિવારથી શરૂ થતાં નવરાત્રી મહોત્સવનની તૈયારીઓ ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. દરેક સોસાયટીઓ, પોળો, પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીને લીધે ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે, ગરબા આયોજકો દ્વારા પણ તડામાર તૈયારી આટોપી લેવામાં આવી છે. આ વખતે હાર્ટ એટેકના વધતા જતા ખતરાને જોતા આરોગ્ય વિભાગ દ્વારા ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવલી નવરાત્રીના પર્વમાં આગ જેવી દુર્ઘટના ટાળવા આયોજકો માટે તકેદારીના ભાગરૂપે કેટલીક સૂચના જાહેર કરવામાં આવી છે. જેમાં ગરબા આયોજકોએ ગરબાના સ્થળે ફરજિયાત ફાયર બ્રિગેડના સાધનો રાખવા પડશે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવરાત્રી પર્વને લઈને જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં મંડપ આયોજકો દ્વારા કોઈ પણ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરનું સ્ટેજ બનાવે, ત્યારે સ્કૂલ, હોસ્પિટલ, જ્વલનશીલ પદાર્થના ગોડાઉન ઈત્યાદીથી ઓછામાં ઓછું 15 ફૂટ  દુર નિર્માણ કરવાનું રહેશે. આ માટે મંડપમાં ફાયરના વાહનો આવી શકે, તે મુજબ રોડ, રસ્તા ખુલ્લા રાખવાના રહેશે. તેમજ અવરોધક વસ્તુઓ દૂર કરવાની રહેશે. તેમજ મંડપ આયોજક દ્વારા કોઈપણ મંડપ કોઈપણ પ્રકારની ભઠ્ઠી, ઈલેક્ટ્રીક સબ સ્ટેશન, ઈલે. ટ્રાન્સફરમર, ઈલે, સબ સ્ટેશન, ઈલે. હાઈટેન્શન લાઈન કે રેલ્વે લાઈનથી ઓછામાં ઓછા 15 મીટર દૂર કરવાનાં રહેશે. આવા મંડપ આયોજક દ્વારા સ્ટ્રક્ચરની અંદર કોઈપણ પ્રકારનાં સ્ટોલ બનાવવાનાં રહેશે નહીં તથા આ સ્ટ્રક્ચરનાં સ્ટેજ નજીક કે સ્ટેજનાં નીચે આગ લાગી શકે તેવા કોઈપણ પ્રકારનાં ઘન પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરી શકાશે નહી.

એએમસીની માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ મંડપ આયોજક દ્વારા સ્ટ્રક્ચરની અંદર તથા બહાર ડિસ્પ્લે સરળતાથી વાંચી શકાય તે મુજબ અચુક NO SMOKING ZONE, EXIT, EMERGENCY EXIT, ESCAPE WAY ઉપલબ્ધ કરાવવાનાં રહેશે. આવા મંડપ આયોજક દ્વારા કોઈપણ મંડપ, પંડાલ કે ટ્રમ્પરરી સ્ટ્રક્ચરનાં પડદા અને કાર્પેટને ફાયર રીટાઈન્ડન્ટ પેઈન્ટ કરાવવા વધુમાં જમીન ઉપર બીછાવવા જોગ કાર્પેટ પણ આગ અકસ્માતથી સુરક્ષિત રહે તે મુજબ રાખવાનાં રહેશે. મંડપના સંચાલકો દ્વારા આપેલી સુચનાઓનું અચૂક પાલન કરી, ફાયર વિભાગ દ્વારા વખતો વખતથી આપવામાં આવતી સૂચનાઓનું પણ અચૂક પાલન કરવાનું રહેશે. મંડપનાં સંચાલકો દ્વારા મંડપમાં આવતી જનમેદનીને સુચના આપવા અચુક પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાખવાની રહેશે.

મંડપનાં સંચાલકો દ્વારા પ્રત્યેક 100 ચો.મી. વિસ્તારને ધ્યાને લેતા મંડપમાં નવરાત્રીનાં તમામ સમયગાળા દરમિયાન 2 એ.બી.સી. ફાયર એક્ટીંગ્યુશરનાં 6 કે.જી.ની ક્ષમતાનાં તથા 2 સી.ઓ.ટુ. ફાયર એક્ટીંગ્યુશર 4.5 કે.જી.ની ક્ષમતાવાળા અને 200 લીટરનાં પાણી ભરીને અને ઢાંકીને રાખેલ બેરલ તથા રેતી ભરેલી બે બાલટી અચુક આ મંડપ પ્રિમાઈસીસમાં ઉપલબ્ધ કરાવવાનાં રહેશે. ઉક્ત સૂચના ફક્ત ફાયર સેફ્ટીનાં સલામતી અર્થે છે. ફાયર વિભાગ સિવાયની અન્ય ઓથોરીટી જેવી કે પોલીસ વિભાગ, ટ્રાફિક વિભાગ, મ.ન.પા. નાં અન્ય વિભાગો થકી આપવામાં આવતી સૂચનાઓનું પાલન તથા અમલવારી કરી અલગથી લાગત વિભાગની ‘ન વાંધા પ્રમાણપત્ર’ મેળવી લેવાની રહેશે. આગ અકસ્માતનાં કેસમાં તાકીદે ફાયર વિભાગનાં 101, 102 નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે.

આ ઉપરાંત મંડપનાં સંચાલકો દ્વારા મંડપમાં કરવામાં આવતા ઈલેક્ટ્રીક વાયરીંગ પ્રવર્તમાન વીજળી અધિનિયમ મુજબનાં કરાવવાનાં રહેશે તથા મંડપમાં કરવામાં આવેલા વાયરીંગ અંગે નિષ્ણાંતો પાસે અચૂક ચકાસણી કરાવી લેવાનું રહેશે. ડીઝલ જનરેટર મંડપથી ઓછામાં ઓછા 5 મીટરથી દૂરનાં અંતરે રાખવાનાં રહેશે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code