Site icon Revoi.in

અમદાવાદમાં વિરાટનગર બ્રિજ પાસે 18 દૂકાનોમાં લાગી આગ ભારે જહેમત બાદ કાબુમાં આવી

Social Share

અમદાવાદઃ શહેરના નારોલ-નરોડા હાઇવે પર વિરાટનગર બ્રિજ પાસે આવેલા વ્રજેશ્વરી કોમ્પલેક્સની બે દૂકાનોમાં આગ લાગ્યા બાદ જોતજોતામાં આગ પ્રસરીને આજુબાજુની દુકાનોને લપેટમાં લીધી હતી. અને 18 દુકાનોમાં આગ લાગતા આજુબાજુના લોકો દોડી આવ્યા અને  ફાયરબ્રિગેડને જાણ કરી હતી, ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને દોઢ કલાક બાદ આગને કાબૂમાં લીધી હતી. આગને કાબૂમાં લેવા માટે 50 ફોમ કેરબાનો ઉપયોગ કરાયો હતો.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના વિરાટનગર વિસ્તારમાં વ્રજેશ્વરી કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બની હતી. કોમ્પ્લેક્સમાં આવેલી ઓઈલની દુકાનમાં ભીષણ આગ લાગતા આસપાસની કુલ 18 જેટલી દુકાનો ચપેટમાં આવી ગઈ હતી. આગ લાગતા આજુબાજુના લોકો દોડી આવ્યા અને  ફાયરબ્રિગેડને જાણ કરી હતી, ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને દોઢ કલાક બાદ આગને કાબૂમાં લીધી હતી. આગને કાબૂમાં લેવા માટે 50 ફોમ કેરબાનો ઉપયોગ કરાયો હતો.  આગને લીધે કોમ્પ્લેક્સ પાછળ આવેલી સોસાયટીના 8 જેટલા રહેણાંક મકાનોને પણ અસર થઈ હતી. સોસાયટીના ઉપરના ભાગેથી પણ ફાયર બ્રિગેડના જવાનોએ આગ બુઝાવવાની કામગીરી કરવી પડી હતી. 8 મકાનોના રહીશોને પણ ઘરથી બહાર જતું રહેવું પડ્યું હતું.

સ્થાનિક રહેવાસીઓના કહેવા મુજબ વિરાટનગરમાં વ્રજેશ્વરી કોમ્પ્લેક્સ આખું ગેરકાયદેસર છે. કોઈપણ પ્રકારની બીયુ પરમિશન કે ફાયર સેફટી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ આ તમામ બાબતોનું ધ્યાન રાખી પગલાં લેવા જોઈએ, પરંતુ કોઈ પણ પ્રકારના પગલા એએમસી તરફથી લેવામાં આવ્યા નથી. આ બાબતે રજૂઆત કરવા છતાં પણ કેમ પગલાં નથી લેવાયા.

 

 

Exit mobile version