પ્રથમવાર મતદાન કરનારા મતદારાઓએ ચૂંટણીમાં મળેલી તક ગુમાવવી જોઈએ નહીઃ પીએમ મોદી
અમરોહા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શુક્રવારે બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે અમરોહાના ગજરૌલા પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ લોકસભા ચૂંટણીની ઉજવણી છે. પીએમ મોદીએ કહ્યું કે જેઓ પહેલીવાર વોટ કરી રહ્યા છે. તેઓએ આ તક ગુમાવવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે અમરોહાની એક ઓળખ છે જ્યાં ઢોલકનો નાટ ગુંજે છે. અમરોહામાં એક જ અવાજ, ફરી એકવાર મોદી સરકાર.
આ દરમિયાન પીએમ મોદીએ ક્રિકેટ શમીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મોહમ્મદ શમીએ ક્રિકેટ વર્લ્ડ કપમાં જે અદભૂત કારનામું કર્યું તે આખી દુનિયાએ જોયું છે. રમતગમતમાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે કેન્દ્ર સરકારે તેમને અર્જુન એવોર્ડ આપ્યો છે અને યોગીજીની સરકાર અહીં યુવાનો માટે સ્ટેડિયમ પણ બનાવી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, અહીંના યુવાઓને પણ ભાજપ સરકારની પીએમ વિશ્વકર્મા યોજના અને મુદ્રા યોજનાનો લાભ મળી રહ્યો છે. મોદી સરકારના છેલ્લા 10 વર્ષમાં જે કંઈ પણ થયું છે તે માત્ર ટ્રેલર છે. અત્યારે આપણે યુપી અને દેશને ઘણું આગળ લઈ જવાનું છે.
દેશમાં લોકસભાની ચૂંટણીમાં સાત તબક્કામાં મતદાન થશે, આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારને વધારે વેગવંતુ બનાવ્યું છે. તેમજ સમગ્ર દેશમાં પ્રવાસ કરીને ભાજપનો પ્રચાર કરી રહ્યાં છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

