1. Home
  2. ગુજરાતી
  3. કેન્દ્રની ભાજપ સરકારના 8 મંત્રીઓનું ભાવિ આજે EVMમાં કૈદ થશે, જાણો કોની સામે છે મુકાબલો
કેન્દ્રની ભાજપ સરકારના 8 મંત્રીઓનું ભાવિ આજે EVMમાં કૈદ થશે, જાણો કોની સામે છે મુકાબલો

કેન્દ્રની ભાજપ સરકારના 8 મંત્રીઓનું ભાવિ આજે EVMમાં કૈદ થશે, જાણો કોની સામે છે મુકાબલો

0
Social Share

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું આજે મતદાન છે.. આજે 102 બેઠકો પર મતદાન યોજાયું છે.. ભાજપ સરકારના 8 મંત્રીઓનું ભાવિ EVMમાં કૈદ થશે. કયા છે આ મંત્રીઓ અને તેમની ટક્કર કોની સામે છે તે જોઇએ

નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ત્રીજી વખત વિજયના રથ પર સવાર થવા માટે તૈયાર છે. ભાજપે તેમને ફરીથી નાગપુર લોકસભા બેઠક આપીને તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. છેલ્લી બે ચૂંટણીમાં તેમણે 2 લાખથી વધુના માર્જિનથી જીત મેળવી છે. આ વખતે તેમનો મુકાબલો કોંગ્રેસના વિકાસ ઠાકરે સાથે થશે. 2014 અને 2019માં તેમણે 7 વખતના સાંસદ વિલાસ મુત્તેમવાર અને કોંગ્રેસના નાના પટોલેને મોટા માર્જિનથી હરાવ્યા હતા. આ વખતે તે ત્રીજી વખત આ જ સિદ્ધિ હાંસલ કરવામાં સફળ થાય છે કે નહીં તે જોવું રહ્યું.

અર્જુનરામ મેઘવાલ

અર્જુનરામ મેઘવાલ રાજસ્થાનની બીકાનેર લોકસભા સીટ પરથી ભાજપે ચોથી વખત કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલને ટિકિટ આપી છે. તેઓ આ બેઠક પરથી ત્રણ વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. આ વખતે તેમનો મુકાબલો કોંગ્રેસના ગોવિંદ રામ મેઘવાલ સાથે છે. મુકાબલો નેગવાલ અને મેઘવાલ વચ્ચે થશે. આ વખતે જોવાનું એ રહેશે કે તે ચોથી વખત આ જ સિદ્ધિ હાંસલ કરી શકે છે કે નહીં.

ભુપેન્દ્ર યાદવ

આ વખતે કોંગ્રેસના લલિત યાદવ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને અલવર બેઠક પર ટક્કર આપી રહ્યા છે.. લડાઈ યાદવ વિરુદ્ધ યાદવની હશે. અગાઉ 2019માં બાબા બાલકનાથને આ બેઠક પરથી ટિકિટ મળી હતી. તેમને વિજય પણ મળ્યો. આ વખતે તેમની જગ્યાએ ભૂપેન્દ્ર યાદવ પોતાનું નસીબ અજમાવશે.

સર્બાનંદ સોનોવાલ

આસામની ડિબ્રુગઢ સીટ પરથી ભાજપે આસામના પૂર્વ CM અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલને મેદાનમાં ઉતાર્યા છે.. તેમને પૂર્વ મંત્રી રામેશ્વર તેલીના સ્થાને ટિકિટ આપવામાં આવી છે. તેમની સાથે સ્પર્ધા કરવા કોંગ્રેસે મનોજ ધનવરને મેદાનમાં ઉતાર્યા છે.

કિરણ રિજિજુ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ ત્રણ વખત વિજેતા રહ્યા છે. ચોથી વખત પાર્ટીએ તેમને અરુણાચલ પ્રદેશની પશ્ચિમ લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. તેઓ 3 વખત આ સીટ જીતી ચૂક્યા છે. તેઓ 2004થી આ બેઠક પરથી સાંસદ છે. આ વખતે તેમનો મુકાબલો પૂર્વ મુખ્યમંત્રી અને અરુણાચલ પ્રદેશ કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ નબામ તુકી સાથે થશે. આવી સ્થિતિમાં સ્પર્ધા જોરદાર બનવાની છે.

જિતેન્દ્ર સિંહ

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ જમ્મુ-કાશ્મીરની ઉધમપુર બેઠક પરથી ત્રીજી વખત નસીબ અજમાવશે. તેઓ આ બેઠક પરથી છેલ્લી બંને ચૂંટણી જીત્યા હતા. તેમની સામે કોંગ્રેસના ચૌધરી લાલ સિંહ મેદાનમાં છે.

સંજીવ બાલ્યાન

કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાન ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી લોકસભા ચૂંટણી લડશે. આ વખતે તેમને સમાજવાદી પાર્ટીના હરેન્દ્ર મલિક અને BSPના દારા સિંહ પ્રજાપતિ પડકાર આપશે. સ્પર્ધા ત્રિકોણીય હશે. આવી સ્થિતિમાં બાલિયાન માટે જીતનો માર્ગ આસાન નથી.

કે.એલ મુર્ગન

કેન્દ્રીય મંત્રી કે.એલ મુર્ગનને તમિલનાડુની નીલગિરી બેઠક પરથી પડકારનો સામનો કરવો પડશે. આ સીટ પરથી એ રાજા સતત ચૂંટણી જીતી રહ્યા છે. આવી સ્થિતિમાં આ સીટ પરથી પ્રથમ વખત નસીબ અજમાવી રહેલા મુર્ગન માટે આ રસ્તો સરળ નહીં હોય.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code