1. Home
  2. ગુજરાતી
  3. માછલી અને એક વ્યક્તિની અનોખી મિત્રતાનો વીડિયો વાયરલ
માછલી અને એક વ્યક્તિની અનોખી મિત્રતાનો વીડિયો વાયરલ

માછલી અને એક વ્યક્તિની અનોખી મિત્રતાનો વીડિયો વાયરલ

0
Social Share
  • માછલી અને એક વ્યક્તિની અનોખી મિત્રતા
  • વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
  • તળાવમાં નાખ્યા પછી પણ પરત ફરે છે

સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારે શું વાયરલ થઇ જાય,તેના વિશે કઈ પણ અંદાજ મેળવવો મુશ્કેલ છે.આમાંના કેટલાક એવા વીડિયો છે તે હસાવી દેશે, તો કેટલાક વીડિયો એવા હોય છે કે જેને જોઈને તમારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે.આ સમયે માછલી અને માનવ વચ્ચેની અનોખી મિત્રતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી ચોક્કસ તમારા ચહેરા પર પણ સ્મિત તરવરશે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે,એક વ્યક્તિ પોતાના હાથમાં કેસરી રંગની માછલી લઈને તળાવમાં નાખે છે.પરંતુ મજાની વાત એ છે કે,આ માછલી આ વ્યક્તિને એટલો પ્રેમ કરે છે કે, તળાવમાં ગયા પછી તે તરીને પાછી વ્યક્તિની હથેળીમાં આવી જાય છે.જ્યારે પણ આ વ્યક્તિ માછલીને તળાવમાં મૂકે છે, ત્યારે તે તેના મિત્ર પાસે કુદતી –કુદતી પરત ફરે છે. માનવ અને માછલીની મિત્રતાનો આ અનોખો વીડિયો ખરેખર ક્યૂટ છે અને લોકોના દિલ જીતી રહ્યો છે.

https://www.instagram.com/p/CW2kjlnommw/?utm_source=ig_embed&ig_rid=3e44e98e-f73f-4356-8279-3f8972747b9b

માછલી અને માનવ મિત્રતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર oceanholic_life નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.વીડિયોમાં માછલીની ક્યૂટ એક્શન લોકોને પસંદ આવી રહી છે.લોકો માછલી અને માણસની એક-બીજા સાથેની મિત્રતાનો આ વીડિયો માત્ર શેર જ નથી કરી રહ્યા પરંતુ તેના પર અલગ-અલગ પ્રકારની કમેન્ટ્સ અને રિએક્શન પણ આપી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code