
ક્રૂડ ઓઈલના દરમાં વધઘટ,આ શહેરમાં સૌથી સસ્તું વેચાતું પેટ્રોલ અને ડીઝલ
દિલ્હી : દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 26 માર્ચ એટલે કે આજ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ વચ્ચે દેશભરમાં પેટ્રોલના ભાવ સ્થિર છે. ગયા વર્ષે જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 139 ડોલર થઈ ગયું હતું. ત્યારથી, કાચા તેલની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, બ્રેન્ટ ક્રૂડ ઓયલ બેરલ દીઠ $ 75 ની નીચે છે. પરંતુ મે 2022થી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
ઈન્ડિયન પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) ના નવીનતમ અપડેટ મુજબ દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ સહિત દેશભરના વિવિધ રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી. રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલ બંને વાહનોના ઇંધણ (ફ્યુઅલ પ્રાઇસ)ના ભાવ સતત સ્થિર છે. પોર્ટ બ્લેરમાં સૌથી સસ્તું પેટ્રોલ-ડીઝલ વેચાઈ રહ્યું છે. જ્યાં પેટ્રોલની કિંમત 84.10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 79.74 રૂપિયા પ્રતિ લીટર છે. IOCL અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
જાણો મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ આ છે
દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈ સહિતના મોટા શહેરોમાં એક લિટર પેટ્રોલ અને ડીઝલના ભાવ…
શહેરનું નામ | પેટ્રોલ/રૂપિયા | ડીઝલ રૂપિયા /લિટર |
દિલ્હી | 96.72 | 89.62 |
મુંબઈ | 106.31 | 94.27 |
કોલકાતા | 106.03 | 92.76 |
ચેન્નાઈ | 102.63 | 94.24 |