1. Home
  2. ગુજરાતી
  3. આંખો નીચેના કાર્ડ સર્કલથી છૂટકારો મેળવવા માટે અપનાવો આ ટીપ્સ, 7 દિવસમાં દેખાશે અસર
આંખો નીચેના કાર્ડ સર્કલથી છૂટકારો મેળવવા માટે અપનાવો આ ટીપ્સ, 7 દિવસમાં દેખાશે અસર

આંખો નીચેના કાર્ડ સર્કલથી છૂટકારો મેળવવા માટે અપનાવો આ ટીપ્સ, 7 દિવસમાં દેખાશે અસર

0
Social Share

આજના આધુનિક યુગમાં અનિયમિત ઊંઘ, વધુ પડતો સ્ક્રીન ટાઈમ (મોબાઈલ-લેપટોપનો વપરાશ), માનસિક તણાવ અને બગડતી જીવનશૈલીને કારણે આંખો નીચે કાળા કુંડાળા એટલે કે ‘ડાર્ક સર્કલ’ થવા તે એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. બજારમાં મળતા મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ ઘણીવાર નિષ્ફળ જાય છે, ત્યારે તમારા રસોડામાં રહેલી કોફી આ સમસ્યાનો રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. કોફીમાં રહેલું કેફીન અને એન્ટીઓક્સીડેન્ટ્સ ત્વચાને ટાઈટ કરવામાં, સોજો ઘટાડવામાં અને રક્ત પરિભ્રમણ (બ્લડ સર્ક્યુલેશન) સુધારવામાં મદદરૂપ થાય છે. તે થાકેલી આંખોને તાજગી આપે છે અને ત્વચાના ડેમેજને અટકાવે છે.

  • ડાર્ક સર્કલ દૂર કરવા માટે કોફીના 3 શક્તિશાળી નુસ્ખા

કોફી અને મધનો આઈ-માસ્કઃ એક ચમચી કોફી પાવડરમાં અડધી ચમચી મધ મિક્સ કરો. આ પેસ્ટને આંખોની નીચે લગાવી 10-15 મિનિટ રહેવા દો. ત્યારબાદ હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. અઠવાડિયામાં 3 વાર આ પ્રયોગ કરવાથી ત્વચાને ભેજ મળશે અને કાળાશ દૂર થશે.

કોફી અને એલોવેરા જેલઃ જો આંખોમાં બળતરા થતી હોય, તો એક ચપટી કોફી પાવડરમાં થોડું એલોવેરા જેલ ભેળવીને સ્મૂધ પેસ્ટ બનાવો. તેને અંડર આઈ એરિયામાં લગાવો. એલોવેરા ત્વચાને ઠંડક આપશે અને કોફી ડાર્ક સર્કલ હળવા કરશે.

કોફી અને નાળિયેર તેલનું મસાજઃ કોફી પાવડરમાં નાળિયેર તેલના થોડા ટીપાં ઉમેરો. આ મિશ્રણથી આંગળી વડે હળવા હાથે આંખોની આસપાસ મસાજ કરો. 5 મિનિટ બાદ તેને સાફ કરી લો. આનાથી ત્વચાની ડ્રાયનેસ (શુષ્કતા) દૂર થાય છે અને તે ચમકીલી બને છે.

જો તમે ઈચ્છો છો કે એક અઠવાડિયામાં ડાર્ક સર્કલ ઓછા થાય, તો કોફી પેકની સાથે કેટલીક ખાસ બાબતોનુ ધ્યાન રાખવી જરૂરી છે. દરરોડ 7-8 કલાકની પુરતી ઉંઘ લેવી જોઈએ. શરીરમાં હાઈડ્રેશન જાળવી રાખવા માટે પુષ્કળ પાણી પીવો. મોબાઈલ કે ટીવી જોવાનો સમય મર્યાદિત કરો.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટમાં SIRની સુનાવણીમાં મમતા બેનર્જી રહ્યાં હાજર, પોતાનો પક્ષ રજૂ કર્યો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code