1. Home
  2. ગુજરાતી
  3. સીગારેટની આદત છોડવા માટે અપનાવો આ રસ્તા
સીગારેટની આદત છોડવા માટે અપનાવો આ રસ્તા

સીગારેટની આદત છોડવા માટે અપનાવો આ રસ્તા

0
Social Share

અમદાવાદ: સીગારેટથી શરીરને નુક્સાન થાય છે તે વાતથી તો સૌ કોઈ જાણકાર છે. દેશમાં અનેક જગ્યાઓ પર લોકોને ધુમ્રપાન, બીડી, ગુટખા અને સીગારેટથી દુર રહેવાની સલાહ આપતા બોર્ડ પણ જોવા મળે છે. કેટલાક લોકો સીગારેટને છોડવા માંગતા હોય છે પણ આદત છૂટી શકતી નથી તો એમના કેટલાક રસ્તા છે જેને અપનાવવાથી સીગારેટની આદતથી છૂટકારો મળે છે.

આંકડા અનુસાર ભારતમાં દર વર્ષે 10 લાખ જેટલા લોકો સિગારેટના કારણે મૃત્યુ પામે છે. નવા વર્ષમાં કેટલાક સિગારેટના આદી આ આદત છોડવાનું નક્કી કરશે. જો તમે પણ સિગારેટની આદતથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો અપનાવો આ ઉપાયો..

સવારે ગરમ પાણીથી પીવો અને તેમાં લીંબુ અને મધ મેળવી લો. જો સવારે તૈયાર થતાં પહેલા સિગારેટ પીવાની આદત છે તો આ ઉપાયથી સિગરેટ પીવાની ઈચ્છા ઓછી થઈ જશે અને પેટ પણ સાફ રહેશે.

જાણકારો એવુ પણ કહે છે કે જો દર 2-3 કલાકે સીગારેટ પીવાની આદત હોય તો ઈચ્છા થાય ત્યારે દૂધ પી લેવુ અને કાંઈ ના મળે તો વરિયાળી અથવા તજના ટુકડા મોંમાં રાખો. જેના કારણે તમને સિગારેટની તલબ નહીં લાગે.

કેટલાક એવા ફળો છે જેમાં વિટામીન સી હોય છે અને આ ફળો સિગારેટ પીવાની ઈચ્છાને ઓછી કરે છે.. તો હંમેશા સંતરા, મોસંબી, કીવી, સ્ટ્રોબેરી, વગેરે ફળો શક્ય હોય તો સાથે રાખો. આખી હળદર, આંબળા અને કોળાને સુકવી લો, ત્યારબાદ એમાં લીંબુ અને મીઠું ભભરાવીને એક ડબ્બામાં ભરી લો. જ્યારે પણ સિગારેટની તલબ લાગે ત્યારે આ પેસ્ટને મોમાં મુકીને તલબથી મુક્તિ મેળવો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code