Site icon Revoi.in

બનાસકાંઠામાં ફુડ વિભાગના દરોડા, 3.50 લાખની કિંમતનો શંકાસ્પદ ઘીને જથ્થો સીઝ કરાયો

Social Share

પાલનપુરઃ રાજ્યમાં ખાદ્ય ચિજ વસ્તુમાં ભેળસેળ વધતી જાય છે. તેની સામે ફુડ અને ડ્રગ્સ વિભાગ પણ સક્રિય બન્યો છે. ત્યારે  બનાસકાંઠા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ચંડીસર જીઆઈડીસીમાં આવેલી એક ઘી ઉત્પાદક પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અને રૂપિયા 3.50 લાખની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરીને ઘીના નમુના પરીક્ષણ માટે લેબમાં મોકલી અપાયા છે.

બનાસકાંઠામાં ચંડીસર જીઆઈડીસીમાં આવેલી એક ઘી ઉત્પાદક પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ 18 જૂન 2025ના રોજ આ કાર્યવાહી કરવામાં આવી હતી.. વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ.પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર કે.કે ચૌધરી અને ઇ.એસ.પટેલે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પેઢી પાસેથી ઘીના બે અલગ-અલગ નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને ફૂડ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. શંકાસ્પદ ગુણવત્તાવાળો 674 કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ જથ્થાની કિંમત આશરે 3,50,480 રૂપિયા છે.

ફુડ અને ડ્રગ્સ વિભાગની તપાસમાં જાણવા મળ્યું કે આ પેઢી ‘ઘુમર’ બ્રાન્ડ નામથી ગાય અને ભેંસનું ઘી બનાવીને વિવિધ રાજ્યોમાં વેચાણ કરે છે. બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરે જણાવ્યું કે વિભાગ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Exit mobile version