Site icon Revoi.in

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આજથી યુકે અને આયર્લેન્ડના છ દિવસના પ્રવાસે

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આજથી યુનાઇટેડ કિંગડમ અને આયર્લેન્ડની છ દિવસની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રીની આ મુલાકાત યુકે અને આયર્લેન્ડ સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોને નવી ગતિ આપશે.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર યુકેની મુલાકાત દરમિયાન તેમના સમકક્ષ વિદેશ સચિવ ડેવિડ લેમી સાથે ચર્ચા કરશે અને અન્ય ઘણા મહાનુભાવો તેમજ ભારતીય સમુદાયના સભ્યોને મળશે.

વિદેશ મંત્રી 6 અને 7 માર્ચે આયર્લેન્ડની મુલાકાત દરમિયાન તેમના આઇરિશ સમકક્ષ સિમોન હેરિસ, અન્ય મહાનુભાવો અને ભારતીય સમુદાયના સભ્યોને મળશે.